Main Menu

સાંસદ, ધારાસભ્‍ય, પાલિકા પ્રમુખ બધાનું સમર્થન હોય તો અમરેલીની અદ્યોગતિ સામેનું આંદોલન કોની સામે ?

શહેરની અદ્યોગતિ માટે કોન્‍ટ્રાકટર અને અધિકારીઓ જબેજવાબદાર હોય તેવું લાગી રહૃાું છે?

અમરેલી, તા. 7

અમરેલી શહેરનાં બિસ્‍માર માર્ગો, ભુગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને ડો. ભરત કાનાબારનાં નેતૃત્‍વમાં સામાજિક અને રાજકીય આગેવાનો ઘ્‍વારા જનઆંદોલન શરૂ કરવામાં આવ્‍યું છે તે આવકારદાયક છે. પરંતુ આંદોલન કોની સામે ચાલી રહૃાું છે તે સમજવું મુશ્‍કેલ બની ગયું છે.

અમરેલી શહેરમાં 3 દિવસથી શરૂ થયેલ આંદોલનને ભાજપ-કોંગ્રેસનું સમર્થન છે. ઉપરાંત અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી, સાંસદ કાછડીયા, પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા, શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રા સહિતનાં પદાધિકારીઓ સમર્થન કરી રહૃાા હોય એટલે આંદોલન પદાધિકારીઓ સામે નથી તે સાબિત થાય છે.

હવે આંદોલન સરકારી અધિકારીઓ અથવા તો ભુગર્ભ ગટરનાં કોન્‍ટ્રાકટર સામે હોય તેવું માનવું છે. તો પ્રશ્‍ન એ ઉદભવે છે કે લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં સત્તાનું સુકાન પદાધિકારીઓ પાસે હોય છે અને તેઓનાં માર્ગદર્શન તળે જ અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરે કામ કરવાનું હોય છે. પરંતુ પદાધિકારીઓ જ આંદોલન કરતાં હોય શહેરીજનોમાં ભારે આશ્ચર્ય ઉભું થાય છે કે આંદોલન કોણ અને શું કામ અને કોની સામે ચાલે છે તે જ સમજાતું નથી.