Main Menu

બાબરા પોલીસ સ્‍ટેશન દ્વારા 30 માં રાષ્‍ટ્રીય માર્ગ સલામતી સપ્‍તાહની ઉજવણી

બાબરા વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજરોજ બાબરા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જી.ડી.આહીર દ્વારા 30માં રાષ્‍ટ્રીય માર્ગ સલામતી અંગે શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગ પરના દિશા સૂચક ચિન્‍હો રોડ સેફટી સહિત ટ્રાફિકના ભંગ બાબતે નિયમો અને દંડની સમજ આપતો સેમિનાર યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય તથા સ્‍ટાફગણ તેમજ બાબરા પોલીસસબ ઈનસ જી.ડી. આહીર તથા ટ્રાફિકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. વી.પી.ગોહિલએ આર યાદવ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો ગોપાલભાઈ દુધરેજીયા, પરેશભાઈ રાઠોડ, ઋષિભાઈ શુકલ સહિત ઉપસ્‍થિત રહયા હતા.« (Previous News)