Main Menu

જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ બહુમતિ સદસ્‍યોએ નામંજૂર કરતા ચકચાર

તાલુકા વિકાસ અધિકારીની કાર્યશૈલીનાં વિરોધ વચ્‍ચે

જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ બહુમતિ સદસ્‍યોએ નામંજૂર કરતા ચકચાર

હાજર 1ર સદસ્‍યોમાંથી 8 સદસ્‍યોએ વિરોધ કર્યો

અમરેલી, તા.6

જાફરાબાદ તાલુકા પંચાયતનું વાર્ષિક બજેટઆજે બહુમતિ સદસ્‍યોએ નામંજૂર કરતા સ્‍થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આજે તાલુકા પંચાયત કચેરીમાં વાર્ષિક બજેટની બેઠક મળી હતી. જેમાં 1ર સદસ્‍યો હાજર હતા. જેમાંથી 8 સદસ્‍યોએ બજેટનો વિરોધ કરતા બજેટ નામંજૂર થયું હતું.

આ અંગે તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનુભાઈ વાજાએ તાલુકા વિકાસ અધિકારીએ પદાધિકારીઓ કે સદસ્‍યોને વિશ્‍વાસમાં લીધા વગર ખામીયુકત બજેટ રજૂ કરતાં તેનો 8 સદસ્‍યોએ વિરોધ કર્યો છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે તાલુકા પંચાયતના કુલ 16 સદસ્‍યો છે. જેમાંથી 13 સદસ્‍યો કાર્યરત છે. જેમાંથી એક સદસ્‍ય ગેરહાજર હતા.(Next News) »