Main Menu

લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં લોકોની ભાગીદારી કેટલી ?

આમઆદમી અધિકારીઓ અને પદાધિકારીઓની કરે છે આજીજી

લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં લોકોની ભાગીદારી કેટલી ?

અધિકારીઓ અને પદાધિકારીઓ જનતાનાં સેવક છે કે માલીક તે સમજવું જરૂરી

અમરેલી, તા. 6

આપણા દેશમાં આમ તો લોકશાહી શાસન વ્‍યવસ્‍થા છે તેવું ગાઈ-વગાડીને કહેવામાં આવે છે. પરંતુ ખરા અર્થમાં લોકશાહી શાસન છે કે કેમ તે અંગે અભ્‍યાસ કરવો જરૂરી બન્‍યો છે.

અમરેલી જિલ્‍લાનું વર્તમાન ચિત્ર જોઈએ તો ખ્‍યાલ આવે કે જિલ્‍લાનો આમઆદમી ગણાતો ખેડૂત, શ્રમજીવી, નાનો વેપારી, બેરોજગાર યુવકને બે ટંકનું ભોજન, સસ્‍તુ શિક્ષણ, રાહતદરે આરોગ્‍ય સુવિધા, સુરક્ષા જેવી સુવિધા મળે છે કે કેમ ? તો તેનો જવાબ સ્‍પષ્‍ટ ના માં આવે છે.

જિલ્‍લાનાં આમ આદમીને રોજબરોજનાં કાર્યો માટે સરકારી કચેરીઓમાં ધકકા ખાવા પડે છે. કયારેક તેની સાથે અણછાજતું વર્તન કરવામાં આવે છે. અધિકારીઓ કે પદાધિકારીઓને મળવા માટે દિવસો સુધી રાહ જોવી પડે છે અને અધિકારી કે પદાધિકારીની મુલાકાત બાદ પણ ન્‍યાય મળે તેવી સંભાવનાં પણ ઓછી છે. છતાં પણ આમ આદમી અધિકારી અનેપદાધિકારી સામે આશા ભરી દ્રષ્‍ટિ રાખીને બેસી રહે છે અને વિચારે છે કે સાહેબ કંઈક મદદ કરશે. પરંતુ મોટાભાગનાં કિસ્‍સામાં આશા નિરાશામાં પરિવર્તીત થઈ જાય છે.

દેશને આઝાદી અપાવનાર નરબંકાઓનાં આત્‍મા પણ આજે પરેશાન થઈ રહૃાા હશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી. જિલ્‍લાનાં ગરીબોની કોઈને ચિંતા નથી, માત્ર અમીરોની વાહ વાહ કરવામાં આવી રહી છે. ગરીબ વધુને વધુ ગરીબ અને લાચાર બની રહૃાો છે.

આગામી થોડા જ દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી હોય રાજકીય આગેવાનો જાતિવાદ, જ્ઞાતીવાદ સહિતનાં બિનજરૂરી મુદાઓ ઉપસ્‍થિત કરીને નિર્દોષ આમ આદમીનાં મત ઝૂંટવી જવાનો પ્રયત્‍ન કરવાનાં હોય આમ આદમીએ હવે જાગૃત્ત થવાનો સમય આવી ચુકયો છે નહી તો આગામી પાંચ વર્ષ માટે પસ્‍તાવો કરવા સિવાય કંઈ જ કરવાનું નહી રહે.