ચલાલામાં સાંઈ મંદિર દ્વારા ગરીબ બાળકોને ભોજન વિતરણ

ચલાલામાં શ્રી સાંઈબાબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સાંઈ મંદિરના સહયોગથી શિવસાંઈ યુવા ગૃપ ચલાલા દ્વારા દર ગુરૂવારે અને રવિવારે ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારના લોકોને ભરપેટ ગરમાગરમ રસોઈ બનાવીનેજમાડવામાં આવે છે. સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાની પોતે રસોઈ બનાવીને જે લોકોને ઘર નથી અને ઝુપડા બાંધીને ગામની બહાર વસતા ખૂબ જ ગરીબ પરિવારના નાના-નાના બાળકોને દર ગુરૂવારે-રવિવારે અલગ અલગ રસોઈ બનાવીને જમાડવામાં આવે છે. તથા સાંઈ મંદિરના સાનિઘ્યમાં થાળ ધરવાનું આયોજન તમામ જ્ઞાતિના ભકતો દ્વારા થઈ રહેલ છે. અને પ્રસાદ ભોજનનો લાભ વિશાળ સંખ્યામાં લોકો લઈ રહયા છે. સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાનીની સતત 1ર વર્ષથી નિઃસ્વાર્થ સેવા થકી આજે ચલાલામાં સાંઈ મંદિરના સાનિધયમાં સેવાની જયોત પ્રગટી રહી છે. અને તમામ જ્ઞાતિના લોકો તન-મન-ધનથી સહયોગ આપી રહેલ છે. સાંઈ મંદિર દ્વારા કયારેય પણ ફંડફાળા ઉઘરાવવામાં આવતા નથી છતાંયે નિઃસ્વાર્થ સેવા થકી સાંઈ કૃપાથી દાતાઓ રાજુભાઈ જાની અને તેમની ટીમની સેવાને બિરદાવીને વગર માંગ્યે વસ્તુદાન આપી રહેલ છે. આ તમામ સેવાને સફળ બનાવવા માટે શિવસાંઈ યુવા ગૃપના ધર્મેશ જાની, તુષાર ચૌહાણ, જયદીપ મહેતા, જીતેન્દ્ર જાની, રાજ ચૌહાણ, સદામ હથિયારી, દીપ મહેતા સતત સેવા આપી રહેલ છે. તેમ ચલાલાના પત્રકાર પ્રકાશભાઈ કારીયાની યાદીમાં જણાવાયું છે.