Main Menu

અમરેલી શહેરમાં ધૂળની સમસ્‍યા ઉભી છે અને હવે પીવાનું પાણી પણ અનિયમિત થયું

પાલિકાનાં શાસકોને કોન્‍ટ્રાકટર જવાબ આપતા નથી

અમરેલી, તા.4

અમરેલી શહેરમાં છેલ્‍લા ઘણા જ લાંબા સમયથી તમામ માર્ગો ઉપર આડેધડ ખોદકામ શરૂ કરવામાં આવતાં અમરેલી શહેરને ભભધૂળીયુ શહેરભભનું બિરૂદ મળ્‍યું છે. આડેધડ ખોદકામના કારણે શહેર ભરમાં ધૂળની ડમરીઓ ઉડતાં લોકો બિમારીનો ભોગ બને છે. જયારે વાહન ચાલકો નાના-મોટા અકસ્‍માતના ભોગ બને છે. આમ છેલ્‍લા 1 વર્ષથી થતા ખોદકામના કારણે લોકો આવી પરિસ્‍થિતિમાં પણ શાંતિ રાખીને બેસી રહેતા લોકોને હવે પીવાના પાણીનો પ્રશ્‍ન પણ સતાવી રહયો છે. ખોદકામના કારણે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા આઠ-આઠ દિવસ સુધી પાલિકા પ્રમુખના વોર્ડમાં પણ પાણી વિતરણ નહીં થતા લોકોમાં રોષ ઉભો થવા પામ્‍યો હતો.

અમરેલી શહેરમાં વોર્ડનં.-ર કે જે આ વોર્ડમાંથી અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ જેન્‍તીભાઈ રાણવા ચૂંટાઈને આવ્‍યા છે. આ વોર્ડ નં.-રમાં તારવાડી ખાતેથી વિતરણ થતી પાણીની પાઈપ લાઈન આડેધડ ખોદકામના કારણે તૂટી જતાં લાઈન રીપેર કરવા માટે પાલિકા અને ભૂગર્ભ ગટરના કોન્‍ટ્રાકટર વચ્‍ચે ગજગ્રાહ ચાલવાથી અમરેલીના સિઘ્‍ધિ વિનાયક સોસાયટી, ગુરૂકૃપાનગર જેવી સોસાયટીમાં છેલ્‍લા સાત-આઠ દિવસથી પાલિકા વિતરણ ઠપ્‍પ થઈ ગયું હતું. લોકો પાણી માટે ખાનગી પાણી વિતરણ કરતાં ટેન્‍કરો પાસેથી પાણી મેળવવાનો વખત આવ્‍યો હતો.

અમરેલી પાલિકાના આ જ વોર્ડમાંથી ચૂંટાયેલ મહિલા સદસ્‍યા પાસે પીવાના પાણીની સમસ્‍યા આવતા તેઓએ પાલિકાના જવાબદાર અધિકારીને તાકીદે પાણીની પાઈપ લાઈન રીપેર કરી વોર્ડ નં.-રમાં ઠપ્‍પ થઈ ગયેલ પાણી પુરવઠો આપવા માટે જરૂરી સૂચના આપતા રવિવારે રાત્રીથી આ વિસ્‍તારમાં પીવાના પાણીનું વિતરણ શરૂ કરવામાં આવેલ હતું.