Main Menu

લાઠીનાં તાજપર ગામનાં ખેડૂતે દેવામાં આવી જવાથી ઝેરી દવા પી લેતા સારવારમાં

ભોગ બનનાર બેભાન અવસ્‍થામાં હોય તપાસ શરૂ

અમરેલી, તા. ર

ગત વર્ષે ચોમાસા દરમિયાન અનિયમિત અને ઓછો વરસાદ થતાં અનેક ખેડૂતોએ ખેતરમાં વાવેલ પાક નિષ્‍ફળ જતાં અથવા તો ઓછો થતાં ખેડૂતો મુશ્‍કેલીમાં હોય. ત્‍યારે લાઠી તાલુકાના તાજપર ગામનાં એક ખેડૂતે પાક નિષ્‍ફળ જવાના કારણે દેવામાં આવી જતાં પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતાં બેભાન હાલનતમાં સારવારમાં ખસેડાયા છે.

આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર લાઠી તાલુકાના તાજપર ગામે રહેતા અને ખેતીકામ કરતાં નાથાભાઈ ખોડાભાઈ બારડ નામનાં ખેડૂત ગત તા. 31નાં રાત્રીનાં સમયે પોતાની વાડીએ હતા ત્‍યારે વરસાદ ઓછો થવાનાં કારણે પાક નિષ્‍ફળ જતાં અને દેણામાં આવી જતાંપોતાની વાડીએ ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.