Main Menu

સાવરકુંડલામાં શ્રી કૃષ્‍ણ ગૌશાળાનાં નવા ગૌસદનનો ઉદ્યઘાટન સમારોહ યોજાયો

પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલામાં આવેલ શ્રી કૃષ્‍ણ ગૌશાળા દેવળાગેઈટ ખાતે નવા ગૌસદન તેમજ ઘાસનાં ગોડાઉનનાં ઉદઘાટન સમારોહ યોજાયો. જેના સંપૂર્ણ આર્થિક દાતા જયોતિબેન કનૈયાલાલ દોશી તેમજ પાણીનાં અવેડાનાં દાતા અરવિંદભાઈ ખાંતિલાલ સલોત તેમજ શ્રી કૃષ્‍ણ ગૌશાળાને નેસડી રોડ ટચ સવા બે વિઘા જમીન ગૌશાળા બનાવવા દાનમાં આપનારા દાતા બાબુભાઈ મોહનભાઈ સોડીગળા અને રાણાભાઈ મોહનભાઈ સોડીગળા છે. તેમજ રોકડ રૂપિયા સાઈઠ હજારનાં દાતા ધીરજલાલ રાયચંદભાઈ મગીયા અને ધર્મેશભાઈ દેસાઈ ર્ેારા મળેલ છે. જેના નિમિત કિરીટભાઈ મગીયા અને અરવિંદભાઈ સલોત છે. શ્રી કૃષ્‍ણ ગૌશાળા ર્ેારા રાખવામાં આવેલ ઉદઘાટન સમારોહનું સંચાલન મંત્રી બળવંતભાઈ મહેતા તેમજ પ્રાસંગિક પ્રવચન મહેશભાઈ સુદાણી, ગુણવંતભાઈ ત્રિવેદી અને ખેરાજભાઈએ આપેલ. આ તકે શ્રી કૃષ્‍ણ ગૌશાળાનાં પ્રમુખ હરિભાઈ    સોડીગળા, ભદ્રેશભાઈ દોશી, અંતુભાઈ ભરાડ, સહમંત્રી રાજુભાઈ બોરીસાગર, બી.એલ. પરમાર, હર્ષદભાઈ ચુડાસમા, ભાવેશભાઈ ગેડીયા, રાજેશભાઈ મહેતા, ભાલીયાભાઈ વગેરે ગૌશાળાનાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહૃાા હતા. આમંત્રિત મહાનુભાવોમાં જયોતિબેન કનૈયાલાલ દોશી, સુભદ્રાબેન સલોત,ત્રંબકલાલ રતિલાલ દોશી, ભાનુબેન શાહ, કાજલબેન દોશી, હિતેનભાઈ દોશી, રશ્‍મિબેન દોશી, પ્રિયેશભાઈ સલોત, કાજલબેન સલોત, કનૈયાલાલ સંઘવી વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહી ઉદઘાટન સમારોહને સફળ બનાવેલ. શ્રીકૃષ્‍ણ ગૌશાળા પરિવાર સર્વોનો આભાર માને છે.