કેન્દ્ર સરકારે રજૂ કરેલ બજેટથી ગરીબો, મઘ્યમવર્ગીય પરિવારોને ફાયદો : ઉંઘાડ
અમરેલી, તા.1
આજે કેન્દ્ર સરકારના નાણાં મંત્રી પિયુષ ગોયેલે રજૂ કરેલ બજેટથી દેશનો તમામ વર્ગ ખુશી અનુભવતો હોવાનું પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંઘાડે જણાવેલ છે.
તેઓએ નિવેદનમાં જણાવેલ છે કે આવકવેરાની મર્યાદા પાંચ લાખ કરવામાં આવતા લાખો પરિવારોને રાહત થઈ છે. નાના-મોટા વેપારીઓ, કર્મચારીઓને રૂપિયાની બચત થશે.
વધુમાં જણાવેલ છે કે નાના ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6 હજારની સહાય તેમજશિક્ષણ, આરોગ્ય સહિત તમામ મોરચે નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે.
« દુધાતનાં ‘ધડાકા’નું ‘સુરસુરીયું’ કરતા મહામંત્રી કાનાણી (Previous News)
(Next News) 03-02-2019 »