Main Menu

દુધાતનાં ‘ધડાકા’નું    ‘સુરસુરીયું’ કરતા મહામંત્રી કાનાણી

સાવરકુંડલા-રંઘોળા માર્ગની મંજુરી અંગે

ધારાસભ્‍ય દુધાતનાં ‘ધડાકા’નું    ‘સુરસુરીયું’ કરતા મહામંત્રી કાનાણી

સાંસદનાં પ્રયત્‍નોથી મંજુર થયેલ માર્ગનો ખોટો જશ ખાટવાના પ્રયત્‍નને પડકાર્યો

અમરેલી, તા. 1

તા. 1 ફેબ્રુઆરી ર019ના વર્તમાનપત્રોમાં લીલીયા-સાવરકુંડલા વિસ્‍તારનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાત ર્ેારા આપવામાં આવેલ પ્રેસનોટ કે જેમાં સાવરકુંડલા-રંઘોળા માર્ગના વિસ્‍તૃતિકરણ અને મજબુતીકરણનાં કામની મંજુરી પોતાના પ્રયત્‍નોથી      મળેલ હોવાના નિવેદન સામેઅમરેલી જીલ્‍લા ભાજપનાં મહામંત્રી કમલેશભાઈ કાનાણીએ સ્‍પષ્‍ટતા કરતા જણાવેલ છે કે, કેન્‍દ્રીય માર્ગ પરીવહન અને રાજમાર્ગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ તા. 31 જાન્‍યુઆરી, ર019ના રોજકરેલ પ્રેસ કોન્‍ફરન્‍સમાંથી વિગતો મેળવી અને દુધાતે પોતાના ખાતે ખોટો જશ ખાટવા વાહીયાત અને હાસ્‍યાસ્‍પદ નિવેદન કરેલ છે.

દુધાતે કરેલ પ્રેસ નીવેદનમાં તેઓએ સદરહુ માર્ગ મંજુર કરાવ્‍યાની બડાઈ મારેલ છે, પરંતુ તેઓ એ વસ્‍તુ ભુલી ગયેલ છે કે, આ માર્ગ મંજુરી તથા નાણાંકીય જોગવાઈ ભારત સરકાર ર્ેારા કરવામાં આવેલ છે અને પ્રજા પણ એ વાત જાણે છે કે, દુધાત વિદેશ પ્રવાસોમાં મસ્‍ત રહી પોતાના મત વિસ્‍તારમાં મહીનાઓ સુધી ગાયબ રહે છે. ત્‍યારે માર્ગ મંજુરી અંગેતેમના ર્ેારા કરાયેલ દાવામાં કેટલુ તથ્‍ય છે ? તે વિધાનસભા વિસ્‍તારના તમામ નાગરીકો અને આગેવાનો જાણે જ છે.

કાનાણીએ જણાવ્‍યા મુજબ અમરેલી જીલ્‍લાનાં વિકાસ માટે સતત કાર્યરત એવા સાંસદ નારણભાઈ કાછડીયા ર્ેારા કેન્‍દ્ર સરકારમાં અવારનવાર રજૂઆતો કરી અમરેલી સંસદીય વિસ્‍તારને વર્ષોથી નથી મળી તેવી સુવિધાઓ પ્રાપ્‍ત થાય તેવા અથાગ પ્રયત્‍નો કરતા રહે છે અને તેના જ ભાગરૂપે કેન્‍દ્રીય મંત્રી માંડવીયાને કરેલ સફળ રજૂઆતનાં કારણે જ અમરેલી જીલ્‍લાને તથા ભાવનગર જીલ્‍લાને જોડતા સાવરકુંડલા-રંઘોળા માર્ગનાવિસ્‍તૃતિકરણ અને મજબુતીકરણનું કામ રૂા.71 કરોડનું કામ મંજુર થયેલ છે. ફકત આ એક રોડ નહી પરંતુ વિકટર-ડુંગર-આસરણા માર્ગના વિસ્‍તૃતિકરણ અને મજબુતીકરણ માટે રૂા.ર4 કરોડ પણ ભારત સરકાર ર્ેારા મંજુર કરવામાં આવેલ છે. જેનો યશ ફકતને ફકત સાંસદ કાછડીયાને જ          જાય છે.

કોંગ્રેસ શાસીત જીલ્‍લા પંચાયતના પદાધિકારીઓ તથા ધારાસભ્‍યો સતત મીડીયા મારફતે સસ્‍તી પ્રસિઘ્‍ધિ મેળવવા માટેનાં પ્રયત્‍નોથી પ્રજા વાકેફ છે અને સરકાર ર્ેારા મંજુર કરવામાં આવતા કામોનાં ખાતમુર્હુત તથા લોકાર્પણ કરવા ત્રીકમ, પાવડા અને તગારા લઈ નીકળી પડતા કોંગ્રેસીઓને તથા ધારાસભ્‍યને પડકાર ફેકતા કાનાણીએ જણાવેલ છે કે, આવા સસ્‍તી પ્રસિઘ્‍ધિ મેળવવા મથતા ધારાસભ્‍યે લીલીયા-સાવરકુંડલા વિધાનસભામાં કેટલા રોડ રસ્‍તાના કામો મંજુર કરાવ્‍યા, કેટલા જોબ નંબર મેળવ્‍યા તેની જાહેરમાં ચર્ચા કરે અન્‍યથા ધારાસભ્‍ય તરીકે રાજીનામુ આપે.