Main Menu

બાબરાનાં ઈંગોરાળા ગામની શાળાનો ઓરડો ધબાય નમઃ

ઘણા સમયથી બિસ્‍માર હોય રીપેરીંગ કરાતું ન હોય

બાબરાનાં ઈંગોરાળા ગામની શાળાનો ઓરડો ધબાય નમઃ

સદ્રશીબે બાળકો મેદાનમાં હોવાથી જાનહાનીથી બચી શકાયું

શાળાની બાજુમાં નવું મકાન બની ગયું છતાં કોઈ વિવાદનાં કારણે કાર્યરત ન થયું

બાબરા, તા. 31

અમરેલી જિલ્‍લાના બાબરાના ઈંગોરાળા ગામે એક પ્રાથમિક શાળા છેલ્‍લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે. તેમ છતાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આ જર્જરીત ઓરડામાં બેસાડવામાં આવતા હતા. છેલ્‍લા ઘણા સમયથી આ શાળા જર્જરીત હાલતમાં હતી. ત્‍યારે આજે એવી ઘટના બની કે જેમાં વિદ્યાર્થીઓના જીવ બચ્‍યા. થયું એવું કે આજે શાળા ચાલુ હતી રિશેષનો સમય હતો અને ગામમાં કોઈ પ્રસંગ હોવાને કારણે નાના ભુલકાઓ શાળાના ગ્રાઉન્‍ડમાંથી બહાર નીકળ્‍યા અને આ ઓરડાની દીવાલ પડી ઓરડાનો કાંટમાળ નીચે પડયો. આજ ઓરડાની બાજુના કલાસરૂમમાં વિદ્યાર્થીઓ બેસીને અભ્‍યાસ કરી રહૃાા હતા જેથી આ સમયે વિદ્યાર્થી બહાર હોવાથી ચમત્‍કારીક રીતે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો અને તમામ વિદ્યાર્થીઓને નવા બનેલા બિલ્‍ડીંગમાં ખસેડવામાં આવ્‍યા.

આ ઘટનાની જાણ થતાં બાબરા મામલતદાર, શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઘના સ્‍થળે દોડી ગયા હતા. પરંતુ વા એ છે કે, ઘણા સમયથી આ જર્જરીત શાળાની બાજુમાંનવું બિલ્‍ડીંગ બની ગયું હતું પરંતુ આ શાળાના પૂર્વ આચાર્ય અને દાતાના વિવાદને કારણે આ બિલ્‍ડીંગમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા ન હતા. જેથી સવાલ એ છે કે, આ લોકોના વિવાદમાં આ વિદ્યાર્થીઓ સાથે અનિચ્‍છનીય ઘટના બની હોત તો જવાબદાર કોણ ? અને સરકારી તંત્ર ઘ્‍વારા આ લોકો સામે કયારે પગલાં લેવાશે તે જોવું રહૃાું.

આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્‍યું હતું કે, અમોએ બે મહિના પહેલા સંકુલ ખાલી કરવાનું આચાર્યને સુચના આપી હતી પણ અત્‍યારે તાત્‍કાલીક અમો નવા બિલ્‍ડીંગમાં તમામ વિદ્યાર્થીઓને ખસેડી લીધા છે.

ત્‍યારે મામલતદાર ખીમાણીએ જણાવ્‍યું હતું કે, અમોને જાણ થતાં અમે તાત્‍કાલીક દોડી આવ્‍યા હતા અને તમામ વિદ્યાર્થીઓને નવી શાળામાં શિફટ કરી દેવામાં આવ્‍યા છે.