Main Menu

વા શકિતને જાગૃત કરવાનો રાજય સરકારનો પ્રશંસનીય અભિગમ : મનિષ સંઘાણી પ્ર

યુદેશ યુવા ભાજપ અગ્રણી મનિષ સંઘાણીએ ખુશી વ્‍યકત કરી

અમરેલી, તા.30

યુવા શકિત એક એવી શકિત છે જે પરિવાર-કુટુંબ-રાજય અને દેશના વિકાસમા અગ્રેસર બની રહે છે પરંતુ આ બધુ ત્‍યારે શકય બને છે જયારે તેને ઉચ્‍ચ વિચારો અને યોગ્‍ય માર્ગદર્શન મળી રહે. યુવા વયે આવા દિવ્‍ય અને ભવ્‍ય વિચારો ધરાવતા સ્‍વામિ વિવેકાનંદજીએ શીકાંગો સંમેલનમા ભારતની ભવ્‍યતાનો ખ્‍યાલ અપાવી ભારતની સંસ્‍કૃતિનો પરિચય ભરસભામા આપ્‍યો.  ગુજરાત સરકારે પણ રાજયના યુવક મંડળોને ચંતનવંતા બનાવવા સાથે યુવાનોને સ્‍વામિજીના વિચારો કેળવી યુવા શકિત જાગૃત કરવા અને તેના દ્રારા રાજયના વિકાસમા તેની નિર્ણાયક ભૂમિકા ભજવવા, યુવા પ્રવૃતિના વિકાસ માટે મહત્‍વપૂર્ણ યોજનાની જાહેરાત કરી તેને ગુજરાત પ્રદેશયુવા ભાજપ અગ્રણી મનિષ સંઘાણીએ આવકારી મુખ્‍યમંત્રી વિજભાઈ રૂપાણી સહિત રાજય સરકારને અભિનંદન પાઠવ્‍યા હોવાનુ યાદીમા જણાવાયેલ છે.