Main Menu

બઘડાટી : બાબરા તાલુકા પંચાયતનાં કોંગી પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્‍વાસની દરખાસ્‍ત રજુ

લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ જુથબંધીએ પોત પ્રકાશ્‍યું

બઘડાટી : બાબરા તાલુકા પંચાયતનાં કોંગી પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્‍વાસની દરખાસ્‍ત રજુ

ભાજપ અને અપક્ષનાં સાથથી કોંગી અસંતુષ્ઠો મેદાનમાં

બાબરા, તા. 30

બાબરામાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 6 જેટલા નારાજ સભ્‍યો ઘ્‍વારા ભાજપ બે અને એક અપક્ષના મળી કુલ 9 જેટલા સભ્‍યોના સથવારે વર્તમાન પ્રમુખ ધખુબેન વહાણી અને ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા સામે અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવામાં આવતા સ્‍થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જો કે જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા તેમજ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના જે સભ્‍યો ઘ્‍વારા તાલુકા પંચાયતમાં અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવામાં આવી છે જે પક્ષની જાણ બહાર છે. જો સભ્‍યો પોતાની નારાજગી પક્ષ સમક્ષ મુકે તો ચોકકસ કોઈ પરિણામ મેળવી શકાય. વિરોધપક્ષના સથવારેપક્ષના મેન્‍ડેડ મેળવી બેસેલ વ્‍યકિત પર અવિશ્‍વાસ લાવવો તે વ્‍યાજબી નથી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, તાલુકા પંચાયત આ અગાઉ પણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશ્‍વિનભાઈ સાકરીયા વિરૂઘ્‍ધ આજ સભ્‍યો ઘ્‍વારા અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવાનો પ્રયાસ થયો હતો. ત્‍યારે આ બાબતે તાલુકા પંચાયતના કારોબારી સમિતિનાં ચેરમેન ગીતાબેન ખાત્રોજા ધવારા જણાવ્‍યું હતું કે, પ્રમુખ સાથી સભ્‍યોને સાથે રાખી તેમજ સંકલન સાધતા ન હોવાથી સભ્‍યોમાં રોષ છે જેના કારણે અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવાની ફરજ પડી છે. બાબરા તાલુકા પંચાયતમાં કુલ 17 સભ્‍યોનું સંખ્‍યાબળ છે જેમાં 14 કોંગ્રેસ પાસે, બે ભાજપના સભ્‍ય છે અને એક અપક્ષ મળી કુલ 17 સભ્‍યોની બોડી ધરાવતી બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 6 સભ્‍યો ઘ્‍વારા અવિશ્‍વાસની દરખાસ્‍ત મુકવામાં આવી છે. જો કે હવે તાલુકા પંચાયત પ્રમુખ ધખુબેન વહાણી ઘ્‍વારા આગામી દિવસોમાં બેઠક બોલાવાશે અને આ બેઠકમાં અવિશ્‍વાસની દરખાસ્‍ત પસાર થાય છે કે નહીં તેની પર સૌની મીટ મંડાય છે.

બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્‍યો ઘ્‍વારા પ્રમુખ વિરૂઘ્‍ધ અશ્‍વિાસની દરખાસ્‍ત મુકાતા સ્‍થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા   મળી રહૃાો છે.