Main Menu

મહુવા-બાંદ્રા સુપરફાસ્‍ટ ટ્રેનને લીલીયામાં સ્‍ટોપઅપાયો

રેલ્‍વે મંત્રાલયનાં આદેશથી આજે સાપ્‍તાહિક મહુવા- બાંદ્રા-મહુવા સુપરફાસ્‍ટ ટ્રેન નં. રર994 / રર993 ને લીલીયા મોટા રેલ્‍વે સ્‍ટેશન પર સ્‍ટોપ આપવા નિર્ણય લેવાતા આજથી સુપરફાસ્‍ટ ટ્રેન લીલીયા સ્‍ટોપ કરતાં સ્‍થાનિક ભાજપ અગ્રણીઓ, વેપારીઓ અને ગ્રામજનોએ સાંસદ નારણભાઈ કાછડીયાની આગેવાનીતળે સુપરફાસ્‍ટ ટ્રેનને ફુલડે વધાવી આવકારી હતી. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયાએ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી. ગાડી નં.રર994 ને તા.ર9થી લીલીયા સ્‍ટેશન પર રોકવાનું શરૂ કરી દીધું છે. આ ટ્રેનને લીલીયા મોટા સ્‍ટેશન પર આવક-જાવકનાં નિયત સમય પ્રમાણે ર1.47 / ર1.48 વાગ્‍યાનો છે. ગાડી નં. રર993 એક ફેબ્રુ.ના લીલીયા સ્‍ટેશન પર પ.ર4 / પ.રપ દરમિયાન રોકાશે. આ તકે મંડલ રેલ પ્રબંધક સુ. સુ. રૂપા નિવાસન મંડલ વાણીજય પ્રબંધક માસુક અશમદ અને અન્‍ય રેલ કર્મચારીગણ સાથે સૌ લીલીયાનાં લોકો અને રેલયાત્રીઓ તથા સ્‍થાનિક ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી, નિતીનભાઈ ત્રિવેદી, બાબુભાઈ ધામત, મગનભાઈ વિરાણી સહીતનાં ગ્રામજનો મોટીસંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા. આ તકે રેલ્‍વે તંત્ર અને સાંસદ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી હતી.