Main Menu

કલેકટર આયુષ ઓકે વીવીપેટનું ફર્સ્‍ટ લેવલ ચેકીંગ પ્રક્રીયાનું નિરીક્ષણ કર્યુ

વેરહાઉસ અમરેલી ખાતે નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી.આલે રાજકિય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે વીવીપેટનું ફર્સ્‍ટ લેવલ ચેકીંગ હાથ ધરેલ હતું.જેનું ઓનલાઈન વેબકાસ્‍ટીંગ ચૂંટણી પંચની વેબસાઈટ પર કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર પ્રક્રીયાનું આજરોજ જિલ્‍લા ચૂંટણી અધિકારી-વ-કલેકટર આયુષ ઓકે નિરક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. અમરેલી જિલ્‍લાને ફાળવેલ 18પ0 વીવીપેટનું ફર્સ્‍ટ લેવલનાં ચેકીંગ દરમિયાન નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી આર.જી.આલ, નાયબ જિલ્‍લા વિકાસઅધિકારી રોર, આઈ.ટી.આઈ. સ્‍ટાફ સહિત બેલ કંપનીનાં 1પ ઈજનેરો અને ચૂંટણી સ્‍ટાફ જોડાયો હતો.