Main Menu

અમરેલી જિલ્‍લામાં કાતિલ પવન સાથે ઠંડીનો માહોલ

છેલ્‍લા 4 દિવસથી તાપમાનનો પારો ઊંચે ચડતો નથી

અમરેલી જિલ્‍લામાં કાતિલ પવન સાથે ઠંડીનો માહોલ

સમગ્ર પંથકમાં તાપમાનનો પારો 10 ડીગ્રીથી નીચે રહેતો હોય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

આબાલ-વૃઘ્‍ધ સૌ કોઈ ગરમ કપડાને દિવસ-રાત શરીરે ચડાવીને ફરી રહૃાા છે

અમરેલી, તા. ર8

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ચારેક દિવસથી કાતિલ ઠંડા પવનનાં કારણે સામાન્‍ય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બની ગયું છે અને હજુ એકાદ અઠવાડીયા સુધી ઠંડીમાં ઘટાડો થાય તેવા કોઈ સંકેત જોવા મળતા નથી.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 4 દિવસથી કાતિલ ઠંડો પવન ફંકાઈ રહૃાો હોય તાપમાનનો પારો 10 ડીગ્ર આસપાસ જોવા મળી રહૃાો છે અને હજુ પણ તાપમાનનો પારો નીચે જવાની શકયતાઓ જોવા મળી રહી છે.

કાતિલ ઠંડા પવનનાં કારણે આબાલ-વૃઘ્‍ધ સૌ કોઈ ગરમ કપડામાં વિંટોળાયેલા જોવા મળી રહૃાા છે. તો ઠંડીનાં કારણે શરદી, કફ, માથાના દુઃખાવા, તાવ જેવા રોગે પણ ઉપાડો લીધો છે.