Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના નિવાસી રજાકશા ઈસ્‍માઈલશા સૈયદ (ઉ.વ.77)નું તા.ર1/1ને સોમવારના રોજ અલ્‍લાહ પાકની રહેમતમાં પહોંચેલ છે. તેમનું બેસણું તા.ર3/1ને બુધવારના રોજ સવારે 9 કલાકે ગાધકડા મુકામે રાખેલ છે. તે હબીબશા ઈસ્‍માઈલશા સૈયદ ગાધકડા વાળાના ભાઈ થાય.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી અંતુભાઈ મોહનભાઈ રાઠોડ તે સ્‍વ. કાનજીભાઈના નાનાભાઈ તથા નાગરભાઈ મોહનભાઈના મોટા ભાઈ તથા શરદભાઈના પિતાજીનું તા.ર1/1ને સોમવારના રોજ અવસાન થયેલ છે.

અમરેલી : નિલેશભાઈ નટવરલાલ કકકડ તેઓ ભાર્ગવભાઈના પિતાજી તથા મનસુખભાઈ અને સુરેશભાઈ તથા કિશોરભાઈ માધવાણીના બનેવી તથા પ્રતિકભાઈ પ્રકાશભાઈ વડેરાના સસરાનું તા.ર1/1ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.ર4/1ને ગુરૂવારના રોજ શ્રી દશા શ્રીમાળી વાડી, લાયબ્રેરી રોડ, અમરેલી મુકામે 4 થી 6 રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

અમરેલી : જયંતિભાઈ નાનચંદભાઈ શાહના ધર્મપત્‍નિ સરલાબેન શાહ (ઉ.વ.7ર) તા.રર/1ના રોજ ગોલોકવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.ર4/1ને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 સુધી હનુમાનપરા રોડ, સત્‍યનારાયણ સોસાયટી, અમરેલી ખાતે તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.

મોટી કુંકાવાવ : મોટી કુંકાવાવ નિવાસી જયેન્‍દ્રભાઈ દયાળભાઈ સાગલાણીના સુપુત્ર ચિ. પંકજ (ઉ.વ.47) રિઘ્‍ધીના પતિ, અક્ષી, મંથનના પિતાશ્રી તેમજ જમનાદાસભાઈ સ્‍વ. કાંતિભાઈ, અરવિંદભાઈના ભત્રીજા તથા સોનલ  હિરેનકુમાર સનારકટના મોટાભાઈ તથા રાણાવાવવાળા સ્‍વ. હિરાલાલ ગોરધનભાઈ વાકાણીના જમાઈનું તા.ર1/1, ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.ર4/1, ગુરૂવારના રોજ બપોરે 3 થી પ વાગ્‍યે લોહાણા મહાજનવાડી કુંકાવાવ ખાતે રાખેલ છે.