સમાચાર

લાઠી-ચાવંડ માર્ગ પર ટાયર ફાટતાં મીની બસ પલ્‍ટી ગઈ

અમરેલીથી કોળી સમાજનાં રપ વ્‍યકિતઓ સગાઈવિધિ પૂર્ણ કરી પરત જતાં હોય

લાઠી-ચાવંડ માર્ગ પર ટાયર ફાટતાં મીની બસ પલ્‍ટી ગઈ

રર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં લાઠીનાં સરકારી દવાખાને સારવારમાં ખસેડાયા

4 મુસાફરોની હાલત ગંભીર જણાતાં અમરેલી ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ

અચાનક બસ પલ્‍ટી જતાં મુસાફરોમાં ભયનામાર્યા ગભરાહટ અને રોકકળ શરૂ થઈ

અમરેલી, તા. રર

અમરેલી જિલ્‍લામાં માર્ગ અકસ્‍માતનું પ્રમાણ સતત વધી રહૃાું હોય માર્ગ-મકાન, આરટીઓ અને પોલીસ વિભાગ ઘ્‍વારા જરૂરી કાર્યવાહી કરવામાં નહી આવે તો અનેક નિર્દોષ જીંદગીઓ પર જોખમ ઉભુ થશે.

ગઈકાલે અમરેલીથી ચાવંડ તરફ રપ મુસાફરોને લઈ જતી મીની બસ લાઠી-ચાવંડ વચ્‍ચે ટાયર ફાટતાં પલ્‍ટી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને ઈજાગ્રસ્‍ત બનેલ તમામ મુસાફરોને લાઠીનાં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. જેમાંથી 4ની તબિયત ગંભીર જણાતા અમરેલી ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

બનાવની જાણ થતાં સ્‍થાનિક પોલીસ, એમ્‍બ્‍યુલન્‍સ ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્‍ત મુસાફરોની મદદ કરી હતી. ઈજાગ્રસ્‍ત મુસાફરો કોળી સમાજનાં અને અમરેલીખાતે સગાઈ વિધિ પૂર્ણ કરી પરત ફરતાં હોય ત્‍યારે અકસ્‍માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!