સમાચાર

આનંદો : મહુવા-સાવરકુંડલા-લીલીયા બાંદ્રા ટ્રેન આગામી શુક્રવારથી શરૂ થશે

અમરેલીના સાંસદ નારણભાઇકાછડીયાની રજુઆત સફળ

આનંદો : મહુવા-સાવરકુંડલા-લીલીયા બાંદ્રા ટ્રેન આગામી શુક્રવારથી શરૂ થશે

બીજી ટે્રન 3 માર્ચથી દોડતી થશે : મુસાફરોએ લાભ લેવો

અમરેલી, તા.રર

કોરોના સંક્રમણને ઘ્‍યાને લઈ લોકડાઉનના સમય દરમ્‍યાન સરકાર દ્વારા સમગ્ર દેશના ટ્રેન વ્‍યવહારો બંધ કરવામાં આવેલ હતા. જે પૈકી અમરેલી જીલ્‍લામાંથી પાસર થતી અઠવાડીમાં બે દિવસ ચાલતી મહુવા-બાંદ્રા ટ્રેન પણ બંધ થયેલ હતી.

કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને મોટા શહેરોને જોડતી ટ્રેન સેવાઓ ધીમે ધીમે રાબેતા મુજબ ચાલુ થતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા તા. 14/10/ર0ર0થી રેલ્‍વે મંત્રી પિયુષ ગોયલ અને રેલ્‍વે બોર્ડને મહુવા-બાંદ્રા સુપરફાસ્‍ટ ટ્રેનને પુનઃ રાબેતા મુજબ ચલાવવા સતત રજૂઆતો કરવામાં આવેલ હતી. ત્‍યારબાદ સાંસદે તા.3 /1ર/ર0ર0ના રોજ જનરલ મેનેજર, વેસ્‍ટન રેલ્‍વે, મુંબઈ સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજી મહુવા-બાંદ્રા ટ્રેન સત્‍વરે ચાલુ કરવાથી લઈ રેલ્‍વે વિભાગના વિવિધ પડતર પ્રશ્‍નો અંગે રજૂઆત કરેલ હતી.

સાંસદના સતત પ્રયત્‍નોના ફળ સ્‍વરૂપે આગામી તા. ર6 ફેબ્રુઆરી અને 3 માર્ચથી મહુવા-બાંદ્રા સુપર ફાસ્‍ટ ટ્રેન પુનઃ રાબેતા મુજબ (અઠવાડીયામાં બે દિવસ) કાર્યરત થશે. જેનું ટાઈમીંગ નીચે મુજબ છે. ટ્રેન નં. 9ર89 તા. ર6 ફેબ્રુઆરીએ સાંજે4:4પ કલાકે બાંદ્રા (મુંબઈ)થી ઉપડશે અને તા. ર7 ફેબ્રુઆરીના રોજ સવારે 6:4પ કલાકે મહુવા પહોંચશે. ત્‍યારબાદ ટ્રેન નં. 9ર90 તા. ર7 ફેબ્રુઆરીએ 9:30 કલાકે મહુવાથી ઉપડશે અને તા. ર8 ફેબ્રુઆરીએ સાંજે 7:ર0 કલાકે બાંદ્રા પહોચશે. તેવી જ રીતે ટ્રેન નં. 9ર93 તા. 03 માચે સાંજે 4:4પ કલાકે બાંદ્રા (મુંબઈ)થી ઉપડશે અને તા. 04 માર્ચના રોજ સવારે 6:4પ કલાકે મહુવા પહોંચશે. ત્‍યારબાદ ટ્રેન નં. 9ર94 તા. 04 માર્ચે 9:30 કલાકે મહુવાથી ઉપડશે અને તા.0પ માર્ચે સાંજે 7:ર0 કલાકે બાંદ્રા પહોચશે.

error: Content is protected !!