સમાચાર

દામનગરનાં શહેરીજનો પાલિકાની નિષ્‍ક્રીયતાથી ત્રાહીમામ

શહેરમાં સફાઈકાર્યમાં રવિવારે જાહેર રજા રાખવામાં આવે

દામનગરનાં શહેરીજનો પાલિકાની નિષ્‍ક્રીયતાથી ત્રાહીમામ

શહેરીજનો પાલિકાનાં વિવિધ કરવેરા ભરતા હોવા છતાં પણ સુવિધા અપાતી નથી

સ્‍વચ્‍છતા અભિયાન માત્ર કાગળ પર ચાલતું હોવાનો શહેરીજનો કરે છે આક્ષેપ

આગામી રવિવારે યોજાનાર મતદાનમાં મતદારો શાસકો વિરૂઘ્‍ધ કચકચાવીને મતદાન કરે તેવો માહોલ

દામનગર, તા. રર

દામનગર નગરપાલિકાનું વેપારીઓ સાથે ઓરમાયું વર્તન કેમ ? મુખ્‍ય બજારોમાં આવશ્‍યક સફાઈ સેવા રવિવારે બંધ કેમ ? શહેરની લુહાર શેરી કાયમ ગટરના ગંદા પાણી રોડ ઉપર શહેરના રામજી મંદિરના દરવાજા પાસેભારે ગંદકી ઠેર ઠેર સળગતા ઉકરડા આ દ્રશ્‍યો સવારના 10:00ના છે.

શહેરી વિકાસ વિભાગની નગર પાલિકા શહેરના દરેક નાના-મોટા વેપારીઓ પાસે વ્‍યવસાય વેરો પંદર વર્ષથી વસુલાત કરે છે શહેરના વેપારીઓને શું સુવિધા આપી ? જાહેર ટોયલેટ અને સફાઈસેવા બંધ કરી વેપારીઓ સાથે અન્‍યાય કેમ ? દામનગર શહેરની મુખ્‍ય બજારોમાં સુવિધા આપવાના બદલે ઝૂંટવી લેવાય છે. ખૂબ મોટો વ્‍યવસાય વેરો ભરતા વેપારીઓને પ્રાથમિક સુવિધા જાહેર ટોયલેટ અને મુખ્‍ય બજારો સફાઈ સુવિધા મળશે ?

એક બાજુ સરકાર સ્‍વચ્‍છતા અભિયાનની મુહિમો ચલાવે છે તેવા સમયે પાલિકા શાસકોની ઉલ્‍ટી ગંગા શહેરમાં માત્ર કાયમી 4 સફાઈ કર્મચારી જ છે. સફાઈ અભિયાનના નામે શહેરી સંકુલ બહાર ખુલ્લા મેદાનો, નદીનાળાના પટ, આર. એન્‍ડ બી.ની જગ્‍યા બિનજરૂરી ખર્ચ કરતું તંત્ર શહેરની મુખ્‍ય બજારોમાં નિયમિત સફાઈ સેવા આપશે ?

error: Content is protected !!