સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચણા તથા ઘાણાની વિક્રમજનક આવક
અમરેલી તા. રર
સાવરકુંડલા એપીએમસી (માર્કેટયાર્ડ)માં છેલ્લા એક અઠવાડીયાથી ચણા તથા ઘાણાની આવકમાં ઉત્તરોતર વઘારો જોવા મળ્યો છે. જેથી આજરોજ ચણા તથા ઘાણાની વિક્રમજનક આવક થતા માર્કેટયાર્ડ ચણા તથા ઘાણાની ઉભરાયુ છે. જેમાં આજે ચણાનો ભાવ રૂા.891.00 તથા ઘાણા રૂા.116પ પ્રતિમણના ભાવથી હરરાજીમાં વેચાણ થયુ છે. હજુપણ આવતા દિવસોમાં આ આવક વધવાની સંભાવના છે. તેમ સેક્રેટરી આર.વી. રાદડીયાની યાદી જણાવે છે.