સમાચાર

દામનગરમાં મુસ્‍લિમ યુવકે ઢેલની અનેરી સેવા કરી

દામનગરમાં મુસ્‍લિમ યુવકે ઢેલની અનેરી સેવા કરી

દામનગર, તા.રર

દામનગર શહેરમાં જાહેર રસ્‍તા ઉપર અકસ્‍માતે પડી ગયેલ ઢેલ પ્રત્‍યે મુસ્‍લિમ મહેબૂબની માનવતા વૈજનાથ મંદિર સામે ચા ની કીટલી ચલાવતા યુવકને રોડ પર અકસ્‍માતે પડી ગયેલ ઢેલ ઉપર નજર પડતા ત્‍વરિત લઈને પશુ ચિકિત્‍સકો અને વન વિભાગને જાણ કરી જયાં સુધી ઘાયલ ઢેલને સુરક્ષિત સારવારમાં ન લેવાય ત્‍યાં સુધી પોતાની ચા કીટલી બંધ રાખી દામનગર વન વિભાગ અને કરુણા નેચર નર્સરીના અર્જુનભાઇ અને રાઠોડભાઈને ઘાયલ ઢેલ સોંપી સારવાર અને સુરક્ષાની ખાત્રી મેળવી ઢેલનું ભવિષ્‍ય સુનિશ્ચિત કર્યું હતું. સવારના આઠ આસપાસના સમયે ચાની કીટલી ચલાવતા મહેબૂબભાઈની હોટલ સામે રોડ ઉપર તડફડતી ઢેલ ઉપર નજર પડતા જ જીવદયાના હિમાયતી મહેબૂબભાઈએ વિના વિલંબ ઢેલને લઈ પશુ ચિકિત્‍સક અને વન વિભાગના કર્મીઓને જાણ કરી અને ઘાયલ ઢેલને સારવાર કરી દામનગર નર્સરીના કર્મચારીઓને સોંપી હતી.

error: Content is protected !!