સમાચાર

ખોડલધામમાં આસ્‍થાભેર ખોડિયાર જયંતીનીઉજવણી

મા ખોડલને ધરવામાં આવ્‍યા છપ્‍પન ભોગ

ખોડલધામમાં આસ્‍થાભેર ખોડિયાર જયંતીનીઉજવણી

કાગવડ, તા. રર

આજ મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી. મા ખોડલના પ્રાગટય દિને વિશ્‍વપ્રસિઘ્‍ધ જેતપુર તાલુકાનાં કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને છપ્‍પનભોગ ધરવામાં આવ્‍યા હતા. સવારથી જ ભકતો માટે અન્‍નકૂત દર્શન ખૂલ્‍લા મુકવામાં આવ્‍યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડનાં ચેરમેન નરેશભાઈ પટેલે પણ ખોડિયાર જયંતી નિત્તિે મા ખોડલના ચરણોમાં શીશ ઝૂંકાવી આશિર્વાદ લીધા હતા અને સૌ ભકતોને ખોડિયાર જયંતીની શુભેચ્‍છા પાઠવી હતી.

ખોડિયાર જયંતીના પાવન અવસરે મા ખોડલને વિશિષ્‍ટ શણગાર કરવામાં આવ્‍યો હતો. મા ખોડલને 8 કિલો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ કરવામાં આવ્‍યો હતો. સાથે જ દર વર્ષની જેમ અન્‍નકૂટ પણ ધરવામાં આવ્‍યો હતો. ખોડિયાર જયંતી નિમિત્તે સવારે મા ખોડલની આરતી બાદ ભકતો માટે માતાજી અને અન્‍નકૂટનાં દર્શન ખુલ્‍લા મુકવામાં આવ્‍યા હતા. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્‍યો હતો ત્‍યારબાદ ઘ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું. સવારે મંદિરનાં દ્વાર ખુલતા જ મા ખોડલનાં ખાસ શણગાર અને અન્‍નકૂટના અમૂલ્‍ય દર્શન ભકતોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મિઠાઈ અને ફરસાણ સહિત કુલ પ6 વાનગીનો અન્‍નકૂટ ધરવામાં આવ્‍યો હતો. આખોદિવસ ભકતો આ અન્‍નકૂટના દર્શન કરી શકે તે પ્રકારની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. ખોડિયાર જયંતી હોવાથી વહેલી સવારથી જ ભકતો મંદિરે મા ખોડલના દર્શનાર્થે આવી રહૃાા છે અને મા ખોડલના દર્શનની સાથે સાથે અન્‍નકૂટના ર્દશનનો લ્‍હાવો લઈ રહૃાાં છે.

error: Content is protected !!