સમાચાર

લાઠી તાલુકાનાં કોંગી આગેવાનોએ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાનાં હસ્‍તે કેસરિયો ધારણ કર્યો

લાઠી તાલુકાનાં કોંગી આગેવાનોએ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાનાં હસ્‍તે કેસરિયો ધારણ કર્યો

અમરેલી, તા.રર

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાના હસ્‍તે લાઠી તાલુકાના ચાવંડ ગામના કોંગ્રેસના મુખ્‍ય કહેવાતા એવા જોરૂભાઈ મકાભાઈ ગોહિલ, સરપંચ ભૂરખીયા હરેશભાઈ ગણેશભાઈ પરમાર, ઉપપ્રમુખ દામનગર નગરપાલિકા ભગાભાઈ ગરણીયા, પીપળવા વાળા સહિત રપ0 જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપની વિચારધારામાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો હતો.

આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, ગોપાલભાઈ વસ્‍તરપરા, જીતુભાઈ ડેર, જનકભાઈ સાવલિયા તથા લાઠી તાલુકા, દામનગર શહેર ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ હાજર રહયા હતા.

error: Content is protected !!