સમાચાર

રઘુવંશી સમાજનોસમૂહ યજ્ઞોપવિત ઉત્‍સવ સંપન્‍ન

રઘુવંશી સમાજનોસમૂહ યજ્ઞોપવિત ઉત્‍સવ સંપન્‍ન

અમરેલી લોહાણા મહાજન વાડી ખાતે તા.ર1/રને રવિવારના રોજ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સમૂહ યજ્ઞોપવિત ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરેલ. આ કાર્યક્રમમાં રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્‍ટના મેને. ટ્રસ્‍ટી પ્રફુલભાઈ બાટવીયા, લોહાણા સમાજના પ્રમુખ અંતુભાઈ સોઢા, લોહાણા ગેસ્‍ટ હાઉસના પ્રમુખ જયસુખભાઈ પોપટ, લોહાણા સમાજના આગેવાન જીતુભાઈ ગોળવાળા, જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ, મનિષભાઈ મોરજરીયા, વેપારી આગેવાન તથા લોહાણા સમાજના આગેવાનો તથા વિશાળ સંખ્‍યામાં જ્ઞાતિજનો ઉપસ્‍થિત રહી યજ્ઞોપવિત ધારણ કરનાર બટુકોને આશીર્વાદ પાઠવ્‍યા હતા.

error: Content is protected !!