અમરેલીનાં તમામ વોર્ડમાં ભાજપનાં ઉમેદવારો અને આગેવાનો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર
અમરેલી નગરપાલિકાની આગામી ચુંટણીના પ્રચાર અને પ્રસારના પડઘમ વાગી ચુકયા છે. ત્યારે અમરેલી શહેરના એકથી અગીયાર વોર્ડમાં ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમરેલી શહેરના તમામ વિસ્તારોમાં દરેક સોસાયટીમાં ભાજપના આગેવાનો, ઉમેદવારો દ્વારા સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકોની બહોળી ઉપસ્થિતિમાં મીટીંગો યોજાઈ રહી છે. જેમાં દરેક વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં હાજરી આપી રહયાછે. આ મીટીંગોમાં ભાજપનાં આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહેલા કામો અને સરકારી યોજના વિશે તેમજ ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે દેશહિત, જનહિતના કેવા કેવા કાર્યો કર્યા તેમજ કેવા કેવા કઠોર નિર્ણયો લીધા. જેવા કે રામમંદિર, 370 ની કલમ, સર્જીકલ સ્ટ્રાઈક, ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ તેમજ સરકાર દ્વારા ગરીબ લોકો માટે અનેક યોજનાઓ વિશે વિગતવાર જણાવી રહયા છે. આગામી નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનું બોર્ડ અમરેલી પાલિકામાં બેસશે અને વિશ્વાસ સાથે અમરેલીને સમસ્યા મુકત અને સુવિધા યુકત બનાવવાના સુત્ર સાથે પ્રચાર અને પ્રસારનો દોર 1 થી 11 વોર્ડમાં પુરજોશમાં ચાલી રહયો છે. ભભમિશન-44ભભ વેગવંતુ બની ગયુ છે. શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, નગરપાલિકા ઈન્ચાર્જ મુકેશ સંઘાણી, ભાવેશ સોઢા સહિત દિનેશભાઈ પોપટ, બિપીનભાઈ જોષી, મનીષ સંઘાણી, રાજેશ માંગરોળીયા, યોગેશ ગણાત્રા, ભરતભાઈ કાનાણી, મુકુંદભાઈ સેંજલીયા, સંજય રામાણી, ડો. ચંદ્રેશ ખુંટ, રીતેષ સોની, બંટી ઠાકર, ભાવનાબેન ગોંડલીયા, કોમલ રામાણી, માધવીબેન જોષી, પ્રભુદાસભાઈ તલાટી, અલ્કાબેન દેસાઈ, વસુબેન ઉપાઘ્યાય, મુકુંદ મહેતા, મૌલિક ઉપાઘ્યાય, ભરતભાઈ મકવાણા, કિશોર આજુગીયા, મેહુલધોરાજીયા, તુષાર વાણી, પ્રતાપસિંહ રાઠોડ, સોહિલ શેખ, રાજુભાઈ મિલન, ઈલ્યાસ કપાસી, મોઈન ટાંક, અજીમ લાખાણી, ઈમરાન સલોત, અર્જુનભાઈ દવે, એ.વી. આંકલીયા, ઘેલાભાઈ ધાનાણી, જયસુખભાઈ તળાવીયા, વિનુભાઈ ડાભી, દલપતભાઈ ચાવડા, દિલીપ ભેંસાણીયા, મનસુખભાઈ ચૌહાણ, કનુભાઈ વાળા, જેન્તીભાઈ ધાનાણી, સુનિલ ઝીંઝુવાડીયા, જયસુખ ડાભી, કમલેશ કોરાટ, મનીષભાઈ સાંગાણી, ઉદય વિઠલાણી, જેન્તીભાઈ તળાવીયા, વિલાસ માંગરોળીયા, દુડીભાઈ ચાવડા, ભાવેશ વાળોદરા, આનંદ ગરણીયા, વિકકી ટીમણીયા, પરેશ દાફડા, જીતુભાઈ બથવાર, રોહીત પડસાલા, ધવલ કાબરીયા સહિતના કાર્યકર્તાઓ, જ્ઞાતી અગ્રણીઓ, આગેવાનો બહોળી સંખ્યા જોડાયા હતા તેમ કાર્યાલયની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.