અમરેલીનાવોર્ડ નં. 3ના કોંગ્રેસ પક્ષના ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો
અમરેલી, તા.રર
કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 3ના ઉમેદવારો શ્રીમતી મંજુલાબેન વાઘેલા, જસુબેન બારૈયા, મોહનીશ ગોંડલીયા અને રામેશ્વરભાઈ દવેના ચૂંટણી કાર્યાલય બ્રહ્મમેશ્વર મંદિર પાસે, બ્રાહ્મણ સોસાયટી, અમરેલીનો શુભારંભ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી તથા શરદભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવેલ હતું. સત્તાના મદમાં ભાન ભૂલેલા અહંકારી ભાજપ શાસનથી ત્રસ્ત આ વિસ્તારની જનતા પોતાના રોડ રસ્તા, ગટર, પાણી અને સ્ટ્રીટલાઈટ જેવા અસંખ્ય પ્રશ્નોથી ત્રસ્ત હોય ત્યારે કોંગ્રેસના યુવા અને ઉત્સાહી ઉમેદવારોને ચૂંટી કાઢવા થનગની રહી છે. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઈ પંડયા, યુથ કોંગ્રેસના પ્રમુખ પરેશભાઈ ભુવા, શિક્ષક સેલના ગોહિલ, વસરા, વિક્રમભાઈ માંજરીયા તથા ઉમેદભાઈ ખાચર, પંકજભાઈ જાની તથા આ વિસ્તારના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.