સમાચાર

રાજુલા-જાફરાબાદ પંથકમાં કેન્‍દ્રીય મંત્રી માંડવીયાનો ઝંઝાવાતી પ્રવાસ

રાજુલા-જાફરાબાદ પંથકમાં કેન્‍દ્રીય મંત્રી માંડવીયાનો ઝંઝાવાતી પ્રવાસ

સ્‍થાનિક સ્‍વરાજય ચૂંટણી અંતર્ગત રાજુલા- જાફરાબાદ તાલુકાની ભેરાઈ જી.પં. જીલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી તાલુકા પંચાયત સીટો તથા  નાગેશ્રી જિલ્લા પંચાયત સીટ તથા  જીલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી તાલુકા પંચાયતસીટોના  ઉમેદવારોના સમર્થનમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના અઘ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પંચાયત સીટની જાહેર સભા યોજાઈ. આ સભામાં પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, મહામંત્રી પિઠાભાઈ નકુમ, રવિભાઈ ખુમાણ સહિત પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને બહોળી સંખ્‍યમાં સ્‍થાનીક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. હવે બસ કમળ, કમળ અને કમળ જ.

error: Content is protected !!