સમાચાર

અમરેલી કોંગ્રેસનાં મહિલા અગ્રણીએ કેસરીયો ધારણ કર્યો

વિપક્ષીનેતા પરેશ ધાનાણીનાં ગઢમાં ગાબડા નહીં દીવાલો પડી રહી છે

અમરેલી કોંગ્રેસનાં મહિલા અગ્રણીએ કેસરીયો ધારણ કર્યો

શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખથી લઈને પ્રદેશ મહિલા જિલ્‍લામાં છેલ્‍લા 30 વર્ષથી સતત કોંગ્રેસ પક્ષ

તૂટી રહૃાો હોય કોઈ સમારકામ થતું નથી કોંગ્રેસનાં ઉપપ્રમુખે પણ પક્ષનો ત્‍યાગ કર્યો

જિલ્‍લા કોંગ્રેસમાં હવે આંગળીનાં વેઢે ગણી શકાય તેટલા જ આગેવાનોનું અસ્‍તિત્‍વ રહૃાું છે

અમરેલી, તા.18

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 30 વર્ષથી કોંગ્રેસની પડતી શરૂ થઈ છે. અને છેલ્‍લા એક દાયકામાં તો કોંગ્રેસના અનેકકાર્યકરો અને આગેવાનો પક્ષનો ત્‍યાગ કરી ચૂકયા છે. અને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષનો ત્‍યાગ કરવાની ઘટના બનશે તેવું ચિત્ર સ્‍પષ્‍ટ થઈ રહયું છે.

અમરેલી ખાતે આજે કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઈરાનીના આગમન સમયે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, પૂર્વ નગરસેવિકા જયશ્રીબેન ડાબસરા તેમજ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ સિઘ્‍ધાર્થ ઠાકર સહિતના અનેક આગેવાનોએ કેસરીયો ધારણ કરીને કોંગ્રેસ પક્ષનો ત્‍યાગ કરી દીધો છે.

મહિલા અગ્રણીએ જણાવેલ છે કે વિપક્ષીનેતા પરેશ ધાનાણીનાં નેતૃત્‍વમાં અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસનું ભવિષ્‍ય ધૂંધળું બન્‍યું છે. અને આગામી દિવસોમાં હજી અનેક આગેવાનો પણ કોંગ્રેસ પક્ષનો ત્‍યાગ કરવાની તૈયારી કરી રહયા હોવાનું જણાવ્‍યું હતું.

error: Content is protected !!