સમાચાર

અમરેલીમાં પંડિત દીનદયાળ ઉપાઘ્‍યાયનીપૂણ્‍યતિથિ પર સંકલ્‍પ કાર્યક્રમ યોજાયો

અમરેલીમાં પંડિત દીનદયાળ ઉપાઘ્‍યાયનીપૂણ્‍યતિથિ પર સંકલ્‍પ કાર્યક્રમ યોજાયો

પ્રદેશ ભાજપનાં માર્ગદર્શનતળે જીલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા સહિત જીલ્‍લા પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં જીલ્‍લા ભાજપ ઘ્‍વારા પંડીત દીનદયાળ ઉપાઘ્‍યાયજીની પૂણ્‍યતિથિ પર વર્ચ્‍યુઅલ કાર્યક્રમ યોજાયેલ. પંડિતજીના સમર્પણભાવને સમર્પણ દિવસ તરીકે અને સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીને અનુલક્ષીને પાર્ટીનાં બંધારણ, નિયમો અને અનુશાસનના પાલનથી વચનબઘ્‍ધ થવા વર્ચ્‍યુઅલ માઘ્‍યમથી કાર્યકર્તાઓ-શુભેચ્‍છકોને સંકલ્‍પબઘ્‍ધ કરવામાં આવેલ હતા. પ્રદેશના માર્ગદર્શનતળે યોજાયેલ આ કાર્યક્રમમાં અમરેલી જીલ્‍લા ભાજપનાં મહામંત્રીઓ પુનાભાઈ ગજેરા, ભુપેન્‍દ્રભાઈ બસીયા સહિત બહોળી સંખ્‍યામાં સોશ્‍યલ ડિસ્‍ટનસ સાથે આગેવાનો, સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના તમામ દાવેદારો સહિત કાર્યકર્તાઓ અને શુભચિંતક નાગરિકગણ ઉપસ્‍થિત રહૃાાનું કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.

error: Content is protected !!