સમાચાર

હિન્‍દીસિનેમામાં તે ફિલ્‍મના ગીત સંગીત તથા કથાના આધારે હંમેશા યાદ રાખવામાં આવી છે.

પ્રકરણ-ર7

રાજકપૂર – બરસાત-1

પ્રિય વાચક મિત્રો,

1949ના વર્ષની અંતિમ ફિલ્‍મો તરફ જે તે સમયે સૌથી વધુ નફો કરનાર ફિલ્‍મ બની રહી તથા હિન્‍દીસિનેમામાં તે ફિલ્‍મના ગીત સંગીત તથા કથાના આધારે હંમેશા યાદ રાખવામાં આવી છે. તેવી ફિલ્‍મોની ચર્ચા આ અંકમાં કરીશું.

બરસાત : સૌ પ્રથમ આર.કે. બેનરની ફિલ્‍મ બરસાતની વાત કરીએ. સૌ પ્રથમ ફિલ્‍મ આર.કે. બેનરની ભભઆગભભ 1948માં પ્રદર્શિત થઈ. આર.કે. બેનરનો લોગો જે ખૂબ જ પ્રચલિત થયેલ છે. એક યુવાન યુગલ આર.કે. બેનરમાં દેખાય છે. તે હજુ આવેલ નથી. ભભઆગભભમાં ગાયત્રી મંત્રના ઉચ્‍ચારોથી યજ્ઞ તથા ભભબરસાતભભમાં પૃથ્‍વીરાજ કપૂર દ્વારા શિવ સ્‍તુતિથી ફિલ્‍મની શરૂઆત થાય છે. જે ત્‍યારબાદ દરેક આર.કે. બેનર્સમાં જોવા મળે છે. જેની ચર્ચા આગળ ઉપર કરીશું. રાજકપૂર પોતાના પરિવાર પ્રત્‍યે માતા-પિતા પ્રત્‍યે અનહદ પ્રેમ ધરાવતા હતા, ધાર્મિક વૃતિના આ વ્‍યકિત જેટલા ફિલ્‍મોમાં ભોળા માણસ તરીકે દેખાય છે તેવા જ પોતાની અંગત જીવનમાં પણ હતા. તેમના પરિવાર પર તેમના અમુક નિયમો જે ભારતીય સંસ્‍કૃતિને અનુસરી હતા તેનું ચૂસ્‍તપણે પાલન કરવામાં આવતું હતું. આર.કે. સ્‍ટુડિયોની રાજકપૂરે સ્‍થાપના કરી. જે હિન્‍દી સિનેમા માટે યાદગાર બની રહયો. સંજોગો તથા પરિવર્તનની આગમાં ભભઆગભભથી શરૂ થયેલ સ્‍ટુડિયો પણ ભભઆગભભ દ્વારા જ વિલીન થયો.

ભભબરસાતભભ એટલે શોમેન રાજકપૂરની એવી કલાકૃતિ જે હંમેશા અમર રહેશે. ભભબરસાતભભ એટલેબે યુવા દિલો વચ્‍ચેની પ્રણયગાથા, ભભબરસાતભભ એટલે સ્‍ત્રી- પુરુષના વાસ્‍તવિક પ્રેમની ક્ષણો, જેમ કે ધરતી એટલે સ્‍ત્રી, બરસાત એટલે કે વર્ષાના સ્‍પર્શથી જેમ ખીલી ઉઠે છે અને દુકાળ આવતા એક વેરાન થઈ ગયેલ સૃષ્‍ટિ પ્રેમમાં પણ સ્‍ત્રીને આ દુનિયામાં કોઈ બંદિશ નથી, સ્‍ત્રીનો પ્રેમ શું છે ? પ્રથમ પ્રેમ માટે સ્‍ત્રી કેટલો ભોગ આપે છે અને જો તે પ્રેમ ના મળે તો ? આ બધી જ વાતો જે શબ્‍દોથી સમજી ના શકાય, સ્‍પર્શી ન શકાય. આ વાતો તો તે જ જાણે જેણે સાચા દિલથી કોઈને પ્રેમ કરેલ છે !

પ્રેમ કરવો તથા પ્રેમને પામવું તેમાં ખૂબ જ મોટુ અંતર છે. જે માત્ર સાચા પ્રેમીઓ જ અનુભવી શકે છે. જેને શરીરથી નહીં પણ આત્‍માથી પ્રેમ છે તેવી જ પ્રણયગાથા લઈ રાજકપૂરની બરસાત ફિલ્‍મ આવી છે.

રાજકપૂરના નિર્માણ, નિર્દેશનમાં, રામાનંદ સાગરની કહાની, સ્‍ક્રિનપ્‍લે, સંવાદ, શંકર જયકિશનનું પ્રથમ ફિલ્‍મ દ્વારા જ કદી ના ભૂલાય તેવું સંગીત, હસરત જયપુરી, શૈલેન્‍દ્ર, રમેશ શાસ્‍ત્રી, જલાલ જાહિલાબાદી, અખિલેશની ધારદાર કલમે લખાયેલા ગીતો અને સૌથી વધુ લતાજી, મુકેશજી, રફીસાબના સ્‍વરમાં ગવાયેલ ગીતોની સંગીતમય દાસ્‍તાન એટલે ભભબરસાતભભ.

રાજકપૂર, નરગીસ, પ્રેમનાથ, નિમ્‍મી, કે.એન. સીંગ, કુકુ, બી.એમ. વ્‍યાસ, બિલમાકુમારીથી અભિનિત આ ફિલ્‍મની સંગીતમય વાતકરીએ.

બરસાતમાં બે પ્રકારના પુરુષોનો ઉલ્‍લેખ કરાયો છે. જેમકે સ્‍ત્રી કોઈને સાચા હૃદયથી પ્રેમ કરે છે ત્‍યારે તે પોતાના પ્રાણ પણ દાવ પર લગાવી દે છે. સ્‍ત્રી જયારે પ્રેમ કરે, અને પોતાનું ઘર બનાવે તે ઘર પરિવાર માટે પોતાના હાથની રેખાઓ પણ બદલી નાખે છે. તેનું એક માત્ર લક્ષ્ય હોય છે કે પતિ કે પ્રેમીના હાથની ભાગ્‍યરેખા હંમેશા પ્રગતિ કરે. આવો પ્રેમ જે પુરુષને પ્રાપ્‍ત થાય તે તેના નિઃસ્‍વાર્થ પ્રેમને સમજે, અનુભવે અને સ્‍ત્રીના પ્રેમનો આદર કરે તથા તે સ્‍ત્રીને પણ અવિરત પ્રેમની વર્ષામાં ભીંજવી દે તેવા લાગણીશીલ પ્રેમી અને એક માત્ર સ્‍ત્રીને મોજ-શોખનું રમકડું સમજી તેનો ઉપયોગ કરી તેના અદમ્‍ય પ્રેમની અવહેલના કરતા કહેવાતા પ્રેમી.

ફિલ્‍મની કથામાં જવા કરતા ફિલ્‍મને તેના ગીત સંગીતથી તથા હૃદયસ્‍પર્શી દ્રશ્‍યોથી માણીએ. તેમાં જ મજા છે. બરસાત ફિલ્‍મ દ્વારા આર.કે. બેનર્સને રાજ-નરગીસનું વાયોલીન સાથેનું પોસ્‍ટર જે ત્‍યારે પ્રદર્શિત થયેલ તે રાજે હંમેશા માટે આર.કે. બેનર્સની નિશાની બનાવી અમર પ્રેમની સાબિતી આપી છે.

બરસાતના સિનેમા ઓટોગ્રાફી થલ મિસ્‍ત્રીએ કરી છે. બરસાત જેવી હૃદયસ્‍પર્શી, લાગણીશીલ ફિલ્‍મ જોતા… તે ફિલ્‍મના દ્રશ્‍યો એવી રીતે ચિત્રિત કરાયા છે કે દર્શકો હંમેશા પ્રસન્‍ન ચિતે ફિલ્‍મ માણી શકે છે. ત્‍યારે ફિલ્‍મોનાશૂટીંગ આઉટડોર ઓછા થતા અથવા થતા જ નહીં. ત્‍યારે બરસાત ફિલ્‍મમાં આઉટડોર શૂટીંગ વધુ પ્રમાણમાં છે.

બરસાત ફિલ્‍મનું સંગીત શંકર જયકિશને આપેલ છે. ત્‍યારે સંગીતકાર થોડા-ઘણા સાજીંદા તથા વાદ્યો સાથે સંગીત આપતા હતા. પણ શંકર જયકિશને રાજકપૂરની સમાસથી 100 જેટલા સાજીંદા સાથે સંગીત આપવાનો સફળ પ્રયત્‍ન કરેલ છે. જે તે સમયે નવી પ્રણાલી હતી. જેમાં 40 થી વધુ વાયોલીન વાદક હતા. તથા તબલા વાદક, ઢોલક, ઢોલકી, પશ્ચિમી લય ધરાવતા વાદ્યો, સેકસોફોન, ગિટાર, વાંસળી, હાર્મોનિયમ સહિતના વાદ્યોનો ઉપયોગ કરેલ હતો. શંકર જયકિશનના આ અદભૂત પ્રયોગથી બરસાતના ગીતો ઉચ્‍ચ શ્રેણીના બની રહયા.

શંકર જયકિશનના યાદગાર સાજીંદામાં કલ્‍યાણજી તથા વિપિન રેશમીયા (હિમેશ રેશમીયાના પિતાજી) ઈલેકટ્રોનિક કી-બોર્ડના સાજીંદા હતા. દતારામ કેરસી લાર્ડ, લક્ષ્મીકાંત, રઈશખાન, જયરામ તથા રાયસિંહ શર્મા (સંગીતકાર પ્‍યારેલાલના પિતાજી), પંડિત પન્‍નાલાલ, પંડિત હરિપ્રસાદ ચોરસીયા જેવા કલાકારો આગળ જતા સંગીતકાર બન્‍યા તથા પોતાની આગવી ઓળખ ઉભી કરી શકયા હતા.

આ ફિલ્‍મ દ્વારા મુકેશજી- રાજકપૂર સાહેબ અભિનય તથા સ્‍વરથી એક થયા. રફીસાબનો સ્‍વર પણ રાજ સાહેબે તે પહેલા પણ લીધેલ હતો. આ ફિલ્‍મમાં પણ રફીસાબનું ગીત છે. લતાજી પોતાનો કોકિલકંઠી સ્‍વરમાંજોવા મળ્‍યા.

ભભહવામેં ઉડતા જાયે… મોરા લાલ દુપટ્ટા મલમલ કા…ભભ ફિલ્‍મની શરૂઆતમાં બિમલાકુમારી પર આ ગીત ચિત્રિત થયું છે. કહેવાતા પ્રેમી પ્રેમનાથ જયારે બિમલાકુમારી પર વાસનામય રીતે વર્તાવ કરે છે ત્‍યારે બિમલાકુમારીના નિડરતાથી તેને ભાગવું પડે છે. રાજકપૂરે આ દ્રશ્‍યથી સમજાવેલ છે કે જો સ્‍ત્રી ચાહે તો પુરુષના સ્‍વભાવ, વર્તનને વાણી તેનો વિરોધ કરે તો કોઈ પુરુષ તેના પર અત્‍યાચાર કરી ન શકે.

ભભજીયા બેકરાર હૈ… રાજકપૂર, પ્રેમનાથ પર્વતો તરફના પ્રદેશથી શહેર તરફ જવા માગે છે, ત્‍યારે પ્રેમનાથ તેની પ્રેમિકાને મળવા માટે ત્‍યાં રાત્રી રોકાવાનું કહે છે. ત્‍યારે રાજકપૂર કહે છે કે ભભજીવનમાં કોઈનું દિલને ઠોકર ન મારવી, કોઈના લાગણી તથા ભાવનાઓની સાથે રમત ન રમવી જોઈએ.ભભ પ્રેમનાથ કહે છે કે લગ્નની કોઈ રશ્‍મ જ નથી માત્ર ભૂખ લાગે ત્‍યારે જમી લેવું તે જરૂરી છે તેમજ આ પહાડી છોકરીઓનો ઉપયોગ કરવો જોઈએ.ભભ ત્‍યારે રાજ કહે છે કે જયારે તને આવી લાગણી, ભાવનાથી બંધાયેલ સ્‍ત્રી જોઈ નથી તે જયારે મળશે ત્‍યારે તારા આ વાસનામય વિચારો બદલી જશે.

ત્‍યારે જ પ્રેમનાથની પ્રેમિકા નિમ્‍મી તેને યાદ કરીને આ ગીતથી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે ભભજીયા બેકરાર હૈ… કિસીકા યે બહાર હૈ… આજા મોરે બાલમા તેરા ઈંતઝારહૈ… સૂરજ દેખે, ચંદા દેખે સબ દેખે હમ તરસે… જૈસે કોઈ બરસે કોઈ બદરીયા… ઐસે અખીયાં બરસેભભ કેવું દર્દ છે આ શબ્‍દોમાં અને કહેવાતા પ્રેમી તેને માત્ર મજાક સમજે છે.

ભભબરસાતમેં… હમ સે મિલે તુમ સજન… તુમસે મિલે હમ… બરસાતમેંભભ આ ગીતમાં સેકસોફોન, હાર્મોનિયમ, બંસરી તથા ઈલે. ઉપકરણોનો ઉપયોગ શંકર જયકિશને કરેલ છે તે સમય તથા આજે પણ આ ગીત કર્ણપ્રિય છે.

નિમ્‍મી પ્રેમનાથને રાત્રીના સહવાસ પછી એક દિવસ રોકાવાનું કહે છે. કારણ કે તે દિવસે ઉત્‍સવ હોય છે. જે માત્ર સાચા પ્રેમીઓ માટે એક ઉમદા દિન છે. ગીતના શબ્‍દો છે… પ્રીતને શૃંગાર કીયા… મેં બની દુલ્‍હનભભ જે પ્રેમનાથને પતિ સમજે છે. પ્રેમનાથ મગફળીના દાણા એ રીતે મોઢામાં ઉતારે છે જાણે કશી જ પડી નથી અને ઉત્‍સવ છોડી જતો રહે છે ત્‍યારે… યે શમા હૈ જા રહે હો… કૈસે મનાઉ… મેં તુમ્‍હારે રાહમેં નૈન બીછાવું… તુમના આઓ મેરી જાન કી કસમ… ત્‍યારે તેના હાથને આંચકો લાગે છે પણ બેવફા પ્રેમી જતો રહે છે.

નિમ્‍મીની આ પ્રથમ ફિલ્‍મ હતી પણ નિમ્‍મીનો અભિનયથી બરસાતમાં એક અલગથી જ અનુભૂતિ થાય છે. નરગીસ ફિલ્‍મના 3પ મિનિટ પછી આવે છે. દર્શકો ત્‍યારે રાહ જોતા હતા કે નરગીસ કયારે આવશે ? આપણે આગામી અંકમાં નરગીસ- રાજનાપ્રણયગાથા તથા નિમ્‍મીના ત્‍યાગની ભાવનાઓ સાથે ફરી મળીશું. આભાર. (ક્રમશઃ)

error: Content is protected !!