સમાચાર

બાબરા ખાતે સ્‍વ. કુમારસિંહ સોલંકીની પ્રથમ પુણ્‍યતિથિએ રકતદાન કેમ્‍પ યોજાયો

બાબરા ખાતે સ્‍વ. કુમારસિંહ સોલંકીની પ્રથમ પુણ્‍યતિથિએ રકતદાન કેમ્‍પ યોજાયો

બાબરા શહેર ભાજપ અગ્રણી સ્‍વ. કુમારસીંહ વજેસિંહ સોલંકીની પ્રથમ પૂણ્‍યતિથી નિમિતે મહા રક્‍તતદાન કેમ્‍પનું આયોજન મિત્રો દ્વારા કરવામાં આવ્‍યું હતું અને ખરાઅર્થમાં સ્‍વ. કુમારસીંહ સોલંકીને શ્રઘ્‍ધાંજલી આપવામાં આવી હતી. બાબરા ખાતે લુહાર સમાજની વાડીમાં રક્‍તતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારના 9 વાગ્‍યાથી બપોરે 3 સુધી  સવારથી જ અહી રક્‍તતદાતાઓની ભીડ જોવામળી હતી. મોટી સંખ્‍યામાં લોકોએ રક્‍તતદાન કરી સ્‍વ.કુમારસીંહ સોલંકીને શ્રપ્રધાજલી આપી હતી. રેડક્રોસ બ્‍લ્‍ડ બેંક અમરેલીનાસહયોગથી ઈન્‍ડિયા વોલન્‍ટીયર કોર ગૃપ તથા જીવદયા પરીવાર અને સોલંકી પરીવાર દ્વારા વિવિધ સ્‍થાનિક સંસ્‍થાઓના સહયોગથી મહા રક્‍તતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. 160 બોટલ રક્‍તતદાન થયું હતું. આ કાર્યમાં તાલુકા હોમગાર્ડ, સિતારામ ધુન મંડળ, વેલનાથ પ્રગતી મંડળ, સંકટમોચન ગૃપ, માનવ સેવા ગૃપ, ભગતસીંહ યુવા સમિતિ, નવચેતન મિત્ર મંડળ, મહાકાળી ગરબી મંડળ, ડોકટર્સ એસોસિએશન, પ્રેસ કલબ, વિર માંધાતા ગૃપ, બજરંગ મંડળ વગેરે સંસ્‍થાઓ જોડાય હતી. આ તકે પુર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, હિરેનભાઈ હિરપરા,  જીલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્‍દ્રભાઇ બસીયા, તાલુકા ભાજપના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ, મહામંત્રી મહેશભાઈ ભાયાણી, રીતેશભાઇ સોની, કમલેશભાઇ કાનાણી, માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા, શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા, ભાજપ અગ્રણી ગોપલભાઈ વસ્‍તરપરા, નરૂભાઇ ત્રિવેદી સુરેશભાઇ ભાલાળા, અલ્‍તાભાઇ નથવાણી, વંસત તેરૈયા, દિપક કનૈયા, સોકતભાઇ ગાંગાણી, ગજેન્‍દ્ર ભાઇ શેખવા, જનકભાઈ તયાવીયા, ભરતભાઇ પાડા, અસોકભાઇ જોષી,  વિનોદભાઇ મારૂ,   બાબરા સરકાર હોસ્‍પિટલના ડો. હોરા સહિત રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, વેપારી મિત્રો આ રક્‍તતદાન કેમ્‍પમાં ઉપસ્‍થિત રહી સ્‍વ.કુમારસીંહ સોલંકીનીઆત્‍માને શાંન્‍તિ મળે તેવી શ્રઘ્‍ધાંજલી અર્પણ કરી હતી. આ તકે શહેરના વિવિધ સંસ્‍થાઓ અને તેમની સમગ્ર ટીમ તથા સોલંકી પરીવાર સાથે સહું મિત્રો ઉપસ્‍થિત રહેલા તમામ આગેવાનો અને રક્‍તતદાતાઓનો આભાર માન્‍યો હતો.

error: Content is protected !!