સમાચાર

ચાલો જીવી લઈએ : અમરેલી જિલ્‍લામાં મકરસક્રાંતિપર્વનો જબ્‍બરો ઉત્‍સાહ

પતંગ, દોરી, ચીકી, શેરડી, ઊંધીયામાં વ્‍યાપક ઘરાકી

ચાલો જીવી લઈએ : અમરેલી જિલ્‍લામાં મકરસક્રાંતિપર્વનો જબ્‍બરો ઉત્‍સાહ

એક તરફ કોરોનાની મહામારીમાં રાહત બીજી તરફ વેકિસનનું આગમન થતાં સૌ કોઈમાં ઉત્‍સાહનાં ઘોડાપુર

કોરોના, મંદી, મોંઘવારી જેવી સમસ્‍યાને ભુલી જઈને સૌ કોઈ પતંગમય બની ગયા

કોરોના ગાઈડલાઈનનાં પાલનની સાથે આજે જિલ્‍લાનું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ જશે

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લામાં મકરસક્રાંતિ પર્વની ઉજવણીનો જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે. પતંગ-દોરી જેવી ચીજવસ્‍તુઓની વ્‍યાપક ખરીદી થતી જોવા મળી રહી છે. કોરોનાકાળનાં છેલ્‍લા 10 મહિના બાદ સમગ્ર જિલ્‍લામાં સૌ પ્રથમ વખત તહેવારનો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.

કોરોના મહામારીનાં કારણે પતંગ, દોરીની બનાવટમાં ઘટાડો થયો હતો અને અચાનક જ ખરીદીનું પ્રમાણ વધી જતાં બજારોમાં પતંગ અને દોરીની અછત વર્તાઈ રહી છે.

તદુઉપરાંત ઊંધીયુ, ગાંઠી, જલેબી, શેરડી, અવનવી ચીકી, બાળકો માટે ગેસ ભરેલ ફુગ્‍ગા સહિતમાં વ્‍યાપક ખરીદી થઈ રહી છે. જિલ્‍લાનાં તમામ નાના-મોટા શહેરોમાં સૌ કોઈ રોજિંદી અને કોરોનાની સમસ્‍યા ભુલીને ચાલો જીવી લઈએનાં મિજાજમાં મકરસક્રાંતિનાં પર્વની ઉજવણીમાં રંગેચગે ચડી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહૃાું છે.

રોજિંદીજીંદગીની સમસ્‍યા વચ્‍ચે આવતાં વિવિધ તહેવારો માનવજાતમાં શકિત પ્રેરે છે તે પણ હકીકત છે. આવતીકાલે અમરેલી, સાવરકુંડલા, રાજુલા સહિતનાં તમામ શહેરોનાં આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાશે તો વાતાવરણમાં ભભકાપ્‍યો છેભભ નો નાદ પણ ગુંજી ઉઠશે.

error: Content is protected !!