સમાચાર

બાબરામાં ગરીબ મહિલા ઉપર અત્‍યાચાર કરનાર પી.એસ.આઈ. સસ્‍પેન્‍ડ

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે ગણતરીની મિનિટોમાં કર્યો નિર્ણય

અંતે બાબરામાં ગરીબ મહિલા ઉપર અત્‍યાચાર કરનાર મહિલા પી.એસ.આઈ. દીપિકા ચૌધરી સસ્‍પેન્‍ડ

પોલીસ અધિક્ષકની કામગીરીની જિલ્‍લાભરમાં પ્રશંસા

અમરેલી, તા. 13

બાબરામાં ગરીબ મહિલાઓ ઉપર સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અને માસ્‍કનાં નિયમોનો ભંગ કરવા બદલ લાઠીચાર્જ કરીને કાયદો હાથમાં લેનાર મહિલા પીએસઆઈ દીપિકા ચૌધરીને પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે સસ્‍પેન્‍ડ કરી દેતા કાયદો હાથમાં લેનાર સૌ કોઈમાં ફફડાટ ફેલાયો છે.

વિગત એવા પ્રકારની છે કે, બાબરામાં દર બુધવારે ભરાતી ગુજરી બજારમાં આજે પેટીયુ રળવા આવેલ ગરીબ મહિલાઓ ઉપર જુલ્‍મ કરનાર મહિલા પીએસઆઈ દીપિકા ચૌધરીની કાર્યવાહીનો વિડીયો વાયરલ થતાં જ ધારાસભ્‍ય ઠુંમરે ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરીને મીડિયા જગતમાં પણ હલ્‍લાબોલ થતાં પોલીસ અધિક્ષકે પળનોય વિલંબ કર્યા વગર મહિલા પીએસઆઈને સસ્‍પેન્‍ડ કરી દેતા સમગ્ર જિલ્‍લામાં પોલીસ અધિક્ષકની કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.

error: Content is protected !!