સમાચાર

આનંદો : અમરેલી જિલ્‍લામાં કોરોનાનો કાળ ગણાતી વેકિસનનું આગમન

મકરસંક્રાંતિનાં પર્વમાં આનંદમાં વધારો થયો

આનંદો : અમરેલી જિલ્‍લામાં કોરોનાનો કાળ ગણાતી વેકિસનનું આગમન થતાં હાશકારો

આગામી શનિવારથીવેકિસનેશનની કામગીરી શરૂ થશે

અમરેલી, તા.13

છેલ્‍લા 10 માસથી કોરોના નામની મહામારીના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ છવાયો હતો. ત્‍યારે સરકાર દ્વારા કોરોના સામેની વેકિસન આપવાની શરૂઆત આગામી તા.16થી થનાર છે. ત્‍યારે આજે આ મહામારી સામેની વેકિસન અમરેલી ખાતે મોડી સાંજના આવી પહોંચતા જિલ્‍લા કલેકટર આયુષ ઓક તથા જિલ્‍લા વિકાસ અધિકારી તેજસ પરમારની ઉપસ્‍થિતિમાં કોરોના સામેની વેકિસન વિધિવત સ્‍વાગત કરાયા બાદ અત્રે ઉભા કરવામાં આવેલ સ્‍ટોરેજમાં સ્‍ટોર કરી દેવામાં આવેલ છે.

જિલ્‍લા કલેકટર આયુષ ઓક તથા ડી.ડી.ઓ. તેજસ પરમારે અમરેલી આવી પહોંચેલ કોરોના સામેની વેકિસનના 111પ0 ડોઝનો સ્‍ટોર રૂમનું રીબીન કાપી અને તેમાં રાખવામાં આવેલ અદ્યતન પ્રકારના ફ્રીજમાં સંગ્રહણ કરવામાં આવ્‍યો હતો.

આ અંગે જિલ્‍લા કલેકટર આયુષ ઓકે અમરેલી એકસપ્રેસ સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે હાલમાં 6 સેશન સાઈડ ઉપર વેકિસન આપવાનું શરૂ કરવામાં આવશે. સરકારમાંથી મંજૂરી આવ્‍યા બાદ વધુ સેશન્‍સમાં કામગીરી શરૂ કરાશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે જિલ્‍લામાં હાલમાં 861 સ્‍થળોએ વેકિસન આપવાની કામગીરી શરૂ થનાર છે ત્‍યારે પ્રથમ આરોગ્‍ય વિભાગના કર્મીઓને શનિવારે રસી આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે તેમજણાવ્‍યું હતું.

error: Content is protected !!