સમાચાર

બાબરામાં આખલાઓનાં આતંકથી શહેરીજનો ભયભીત

મંદી, મોંઘવારી, મહામારી જેવી મુસીબત વચ્‍ચે નવી ઉપાધી

બાબરામાં આખલાઓનાં આતંકથી શહેરીજનો ભયભીત

ભરબજારે એક વૃઘ્‍ધને હડફેટે લઈ ફંગોળતા અફડાતફડીનો માહોલ

આખલાનાં ત્રાસની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય શાસકો વિડીયો જોઈ લે

પાલિકાનાં શાસકોએ ગમે તેમ કરીને શહેરમાંથી આખલાની સમસ્‍યા દૂર કરવા માંગ

બાબરા, તા. 13

બાબરામાં આખલાનો વધતો જતો ત્રાસ સામે શહેરની જનતા લાચાર બની છે. હાઈવે રોડ પર અથવા તો મુખ્‍ય બજારોમાં સર્જાતા આખલા યુઘ્‍ધનાં કારણે વેપારીઓ અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્‍યારે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા તેમજ ચીફ ઓફિસર ઘ્‍વારા આખલાઓને પકડી શહેરથી દૂર મુકવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. બાબરા શહેરમાં એક અંદાજ મુજબ 1પ જેટલા આખલાઓ ફરી રહૃાા છે જે હાઈવે રોડ તેમજ બજારોમાં અડીંગો જમાવી દેતા અહીથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડે છે.

શહેરમાં સર્જાતા આખલા યુઘ્‍ધનાં કારણે અહી બજારોમાં લારીઓ અને રેંકડીઓ લઈ વેપાર કરતા વેપારીઓનાં માલ સામાનને પણ ભારોભાર નુકસાન થાય છે. વળી હટાણું કરવા આવતા લોકોને આખલાનો ભય વધુ સતાવી રહૃાો છે. હજુ બે દિવસ પહેલાશહેરની મુખ્‍ય બજારમાં આખલો વિફરતા ભારે નાસભાગ મચી હતી અને તેમાં એક વયોવૃઘ્‍ધને આખલાએ માથુ મારી ફંગોળતા સામાન્‍ય ઈજાઓ થઈ હતી જેની સમગ્ર ઘટના અહી બજારમાં વેપારી ઘ્‍વારા મુકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આમ અનેકવાર શહેરના લોકોને આખલા યુઘ્‍ધનો ભોગ બનવાનો વારો આવી રહૃાો છે. ત્‍યારે આગળ કોઈ ગંભીર ઘટના બને તે પહેલા નગરપાલિકા ઘ્‍વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!