સમાચાર

દામનગર ખાતે જિલ્‍લા સહકારી સંઘના ચેરમેનની અઘ્‍યક્ષતામાં સમારોહ યોજાયો

દામનગર ખાતે જિલ્‍લા સહકારી સંઘના ચેરમેનની અઘ્‍યક્ષતામાં સમારોહ યોજાયો

ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ યોજના અન્‍વયે અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા લાઠી તાલુકાના શરાફી / સહકારી મંડળીઓના કર્મચારીઓ માટે અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા માન. શ્રી મનીષ સંઘાણી ની અપ્રયક્ષતામાં એક અઠવાડીયાના મુદ્દતનો સહકારી મંત્રી મેનેજર તાલીમ વર્ગનુ ઉદ્દઘાટન સમારોહ શ્રી લેવા પટેલ વાડી દામનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે અમરેલી જીલ્લા સહકારી સંઘના ઉપાપ્રયક્ષ શ્રી હરજીભાઈ નારોલા, નગરપાલિકા ના ચેરમેન શ્રી ગોબરભાઇ નારોલા, એ.પી.એમ.સી.દામનગરના ચેરમેન શ્રી ભગવાનભાઇ નારોલા, મારૂતિ બેટર લીંવિગ સો.લીના ચેરમેન શ્રી અમરશીભાઇ નારોલા, અમરેલી જીલ્લા મપ્રયસ્‍થ સહકારી બેંક લી. દામનગર શાખાના મેનેજર શ્રી રજેશભાઇ રીઝીયા,સ્‍થાનીક અગ્રણી શ્રી લાલભાઇ નારોલા, કનુભાઇ બોખા,દિનેશભાઇ અમરેલીયા અને જીવરાજભાઇ બુધેલીયા ઉપસ્‍થિત રહ્યા હતા. જયારે આ કાર્યક્રમને મહાનુભાવોના વરદ હસ્‍તે દિપ પ્રાગટ્‍ય કરી સેમીનારનોશુભારંભ કરવામાં આવ્‍યો હતો. પ્રાસંગીક પ્રવસન કરતા અમરેલી જીલ્લા સહકારી સંઘના વાઇસ ચેરમેન શ્રી હરજીભાઇ નારોલા દ્વારા જણાવાયુ હતુ કે,  શિક્ષણ અને તાલિમના માપ્રયમથી કર્મચારીઓમાં માહિતીનો સારો એવો વધારો થાય છે. અને હાલના હરીફાઇના માહોલમાં જો કર્મચારી ફ્રોફેસનલ  મેનેજમેન્‍ટ કરે તો સંસ્‍થાનો વહિવટી અર્થક્ષમ બને અને સંસ્‍થાની પ્રગતિ સારી રીતે થાય. કાર્યક્રમને આગળ ધપાવતા અપ્રયક્ષ સ્‍થાને થી અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા જણાવાયુ હતુ કે,  વ્‍યક્‍તિ આજીવન વિધાર્થી બનીને હંમેશા શીખતો રહે તો તેના વ્‍યક્‍તિત્‍વનો અને તેની સંસ્‍થાના વહિવટ અને વિકાસમા સારૂ યોગદાન આપી શકે. જયારે આ કાર્યક્રમમાં લાઠી તાલુકાના 40 મંત્રી મેનેજરો એ ભાગ લીધો હતો. આ તાલીમ લેનાર તમામ તાલીમાર્થીઓને અંતમાં સર્ટીફિકેટ આપવામાં આવશે.

error: Content is protected !!