સમાચાર

લાયન્‍સ કલબ ઓફ અમરેલી દ્વારા જરૂરિયાતમંદોને ચીકી, નમકીનનું વિતરણ

લાયન્‍સ કલબ ઓફ અમરેલી દ્વારા જરૂરિયાતમંદોને ચીકી, નમકીનનું વિતરણ

હર હંમેશની જેમ જરૂરીયાતમંદ લોકોની પડખે ઉભી રહેતી તથા સેવાના કાર્યોમાં હંમેશા તત્‍પર એવી સંસ્‍થા તેમજ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર એવી લાયન્‍સ કલબ ઓફ અમરેલી (સીટી)દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે શહેરમાં અલગ અલગ વિસ્‍તારમાં વસ્‍તા જરૂરીયાતમંદ, ગરીબ મજુર પરિવારોને ચીકી, નમકીન, બિસ્‍કીટનું વિતરણ કરવામાં આવ્‍યુ હતુ અને જરૂરીયાતમંદ પરિવારોમાં ઉતરાયણ પર્વ પહેલા ખુશી વહેચી હતી. સંસ્‍થા દ્વારા યોજાયેલ વિતરણ સમયે લાયન્‍સ કલબ પ્રેસિડેન્‍ટ રાજેશ માંગરોળીયા, લાયન્‍સ કલબના સીનીયર મેંમ્‍બર લાયન પ્રો.એમ.એમ.પટેલ, લાયન રમેશભાઈ ગોલ, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન ભુપતભાઈ ભુવા, કલબ ટ્રેઝરર લાયન સાહસ ઉપાઘ્‍યાય અને લાયન્‍સ કલબના સભ્‍યો આ તકે  ઉપસ્‍થિત રહયા હતા તેમ લાયન્‍સ કલબ ઓફ  અમરેલી (સીટી)ની અખબારી યાદીમા જણાવાયેલ છે.

error: Content is protected !!