સમાચાર

અમરેલીનાં રઘુવંશી સમાજ દ્વારા નવનિયુકત હોદ્‌ેદારોનું સન્‍માન કરાયું

અમરેલીનાં રઘુવંશી સમાજ દ્વારા નવનિયુકત હોદ્‌ેદારોનું સન્‍માન કરાયું

અમરેલી રઘુવંશી મિત્ર મંડળ ઘ્‍વારા અમરેલી શહેર ભાજપનાં ઉપપ્રમુખપદે તેમજ અમરેલી નગરપાલિકાની ચૂંટણીનાં ઈન્‍ચાર્જ નિયુકત થવા બદલ ભાવેશભાઈ સોઢા તેમજ ગુજરાત પ્રદેશ જનસંખ્‍યા સમાધાન ફાઉન્‍ડેશન અને અમરેલી શહેર ભાજપમાં છેલ્‍લા 1પ વર્ષથી કાર્યરત એવા યોગેશભાઈ ગણાત્રાનો સન્‍માન સમારોહ અમરેલી  લોહાણા મહાજન વાડી ખાતે અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીનાં વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી તથા શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોષીની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્‍લાભાજપનાં પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પોપટ, ડો. ભરતભાઈ કાનાબાર, લોહાણા સમાજનાં પ્રમુખ અંતુભાઈ સોઢા, લોહાણા ગેસ્‍ટ હાઉસનાં પ્રમુખ જયસુખભાઈ પોપટ, લોહાણા વિદ્યાર્થી ભવનનાં પ્રમુખ પ્રફુલભાઈ બાટવીયા, કલ્‍પેશભાઈ રૂપારેલ વિગેરે સમાજનાં આગેવાનો તથા મોટી સંખ્‍યામાં રઘુવંશી સમાજનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

error: Content is protected !!