સમાચાર

અમદાવાદ ખાતે ગુજકોમાસોલની સાધારણ સભાની બેઠક યોજાઈ

ચેરમેન દિલીપ સંઘાણીનાં અઘ્‍યક્ષસ્‍થાને

અમદાવાદ ખાતે ગુજકોમાસોલની સાધારણ સભાની બેઠક યોજાઈ

સહકારી સંસ્‍થાઓને રર ટકા ડિવીડન્‍ડનો નિર્ણય

અમરેલી, તા.13

ગુજરાત સ્‍ટેટ કો. ઓપરેટીવ.માર્કેટીંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ)ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અઘ્‍યક્ષ સ્‍થાને તા.1ર/1ના રોજ અમદાવાદ મુકામે સાધારણ સભા મળેલ. ગુજકોમાસોલ સ્‍થાપનાને 60 વર્ષ પુર્ણ થયા ત્‍યાર બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં સહકારી સંસ્‍થાઓમાં પ્રથમ વખત સંસ્‍થાના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ગુજકોમાસોલ સાથે જોડાયેલી ગુજરાતની સહકારી સંસ્‍થાઓને રર% ડીવીડન્‍ડ ફાળવવાનો નિર્ણય ઈતિહાસમાં પ્રથમ વખત બનેલ છે.

ભુતકાળમાં કયારેય કોઈપણ સંસ્‍થાઓને ર0%થી વધુ ડીવીડન્‍ડ ફાળવેલ નથી. પરંતુ સૌ પ્રથમ વખત દિલીપભાઈ સંઘાણીએ રર% ડીવીડન્‍ડ ફાળવી સમગ્ર દેશની અંદર પ્રથમ વખત દાખલો બેસાડેલ છે. ત્‍યારે સહકારી સંસ્‍થાઓના પદાધિકારીઓ ખુબ ખુબઅભિનંદન પાઠવે છે. અને ગુજકોમાસોલના વાઈસ ચેરમેન અને બોર્ડ ઓફ ડીરેકટરોને પણ શુભેચ્‍છા પાઠવે છે તેમ અમરેલી જિલ્‍લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા અને તમામ સહકારી અગ્રણીઓ દિલીપભાઈ સંઘાણીને ખુબ ખુબ અભિનંદન     પાઠવે છે.

error: Content is protected !!