સમાચાર

ખેડૂતોની તરફેણમાં ભાજપ સરકારને જગાડવાનો નવતર પ્રયોગ

ખેડૂતોની તરફેણમાં ભાજપ સરકારને જગાડવાનો નવતર પ્રયોગ

મકરસંક્રાતિએ પતંગનાં માઘ્‍યમથી ખેડૂતોને સમર્થન અપાશે

પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ કોંગી કાર્યકરોને ખેડૂતનાં સમર્થન સુત્રવાળી પતંગ ચગાવવા અનુરોધ કરાયો

કૃષિ વિરોધી કાળા કાયદા વિરૂઘ્‍ધ ચાલતા અન્‍નદાતાનાં આંદોલનને સમર્થન કરવા પતંગ રસીયાઓને પણ જણાવાયું

જગતનું પેટ ભરનાર આજે પરેશાન હોય સૌ કોઈને અન્‍નદાતાની મદદ કરવા અનુરોધ કર્યો

અમરેલી, તા. 1ર

જગતનું પેટ ભરનાર ખેડૂતો આજે કૃષિ વિરોધી કાળા કાયદા પરત ખેંચવાની માંગ સાથે પ0 દિવસથી નવી દિલ્‍હીની સરહદે આંદોલન કરી રહૃાા હોય કોંગ્રેસ પક્ષ ઘ્‍વારા રાજયનાં તમામ પતંગ રસિયાઓને ખેડૂતોને સમર્થન કરતાં સુત્ર સાથેની પતંગ બનાવીને કોંગી કાર્યકરોને આપીને તે પતંગ ચગાવીને તેનો ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરતી પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મોકલવા અનુરોધ કર્યો છે.

કોંગ્રેસ સમિતિનાં પ્રવકતા વિજય દવેએ એક નિવેદનમાં જણાવેલ છે કે, દેશભરના 6ર કરોડ ખેડૂતો મોદી સરકાર ઘ્‍વારા થોપવામાં આવેલા ત્રણ કૃષિ વિરોધી કાળા કાયદાથી છિન્‍નભિન્‍ન થઈ ગયેલ જિંદગી અને આજીવિકા માટે લડત ચલાવી રહૃાાં છે. છેલ્‍લા 4પથી વધારે દિવસથી લાખો ખેડૂતો દિલ્‍હીની સરહદ પર આંદોલન કરી રહૃાા છે અને 60 જેટલા ખેડૂતોઆ કડકડતી ઠંડી, કમૌસમી વરસાદ અને વાવાઝાોડાની કફોડી હાલતમાં આ લડતમાં શહીદ થઈ ચુકયા છે.

આ સંજોગોમાં દેશના ખેડૂતોની આ લડાઈના સમર્થનમાં મકરસંક્રાતિના આ પર્વ નિમિત્તે સૌ આ સાથેની ડિઝાઈન સાથેના પતંગ ઉડાવીએ અને તેની ફોટોગ્રાફી- વિડીયોગ્રાફી કરી તેની લીન્‍ક : 84014 181પ8 નંબર ઉપર તેમજ ઈમેલ ન્‍ઉભભક્ષ્×ઘ,%ન્‍?બ્‍ય્‍ઈિભઃ? ઉપર મોકલી આપવા અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!