સમાચાર

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર કર્યા શાબ્‍દિક પ્રહારો

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર કર્યા શાબ્‍દિક પ્રહારો

કૃષિ વિદ્યેયકથી મોંઘવારીરૂપી રાક્ષસ સમગ્ર દેશવાસીઓને બાનમાં લેશે

ઉત્‍પાદક અને ઉપભોકતા વિરોધી કાયદો પાછો નહી ખેંચાઈ તો કોંગ્રેસ ગામડાથી લઈને ગલી સુધી લડત આપશે

સુપ્રીમ કોર્ટ દ્વારા હાલ તુર્ત નવા કાયદા પર મનાઈ હુકમ આપતા તેને પણ આવકારવામાં આવ્‍યો

ગાંધીનગર, તા. 1ર

કેન્‍દ્રની અભિમાની ભાજપ સરકારે ગેર બંધારણીય રીતે લોકસભા અને રાજયસભામાં પસાર કરેલ કૃષિ કાનૂનોને લાગુ કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્‍ટે આપીને આ કાયદાઓ ગેરબંધારણીય રીતે લાગુ કરવામાં આવ્‍યા હતા તેની ઉપર મંજૂરીની મહોર મારી હોવાનું વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, ઉત્‍પાદક અને ઉપભોકતા વિરોધી આ કાયદા પાછા ખેંચવાની કિસાનોની માંગણીનેકોંગ્રેસે ટેકો આપ્‍યો છે અને હવે કોંગ્રેસ આ મુદો ગામડાથી લઈને ગલી સુધી લઈ જઈને લડત આપશે.

વિપક્ષી નેતાએ વધુમાં જણાવ્‍યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે આ દેશની સંસદમાં ઉપલા ગૃહમાં બહુમતી ન હોવા છતાં અસંવિધાનિક રીતે પસાર કરેલા ખેડૂત વિરોધી-દેશ વિરોધી કાયદાઓ ઉપર સુપ્રીમ કોર્ટે આજે રોક લગાવી છે. કમનસીબે લોકો ઘ્‍વારા ચૂંટાયેલી સરકાર ઘ્‍વારા લોકો વિરોધી, દેશ વિરોધી કાળા કાયદાઓ અસંવિધાનિક પરંપરાને અનુસારીને પસાર કરીને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનું ષડયંત્ર રચ્‍યું હતું તેના ઉપર કોર્ટે લગાવેલી રોક એ હું માનું છું કે પર્યાપ્‍ત નથી. આ કાયદાઓથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ ભૂતકાળ બની જવાના છે, ખેત ઉત્‍પાદનો પાણીના ભાવે લૂંટાવાના છે, નફોખોરી અને મોંઘવારી સતત વધવાની છે, મોટી કંપનીઓ ખેડૂતને છેતરશે, નાના વેપારીઓ બેરોજગાર બનવાના છે, ખેત મજદૂરોનો રોજગાર છીનવાવાનો છે, માર્કેટયાર્ડની જમીનો વેચાઈ જશે, સંગ્રહખોરી અને કાળાબજારી સમગ્ર દેશમાં હાહાકાર મચાવશે, ખેડૂતો માટે કોર્ટના દરવાજા પણ બંધ થવાના છે ત્‍યારે ઈસ્‍ટ ઈન્‍ડિયા કંપનીને નોતરૂં આપનાર આ ત્રણ કાયદાઓ પર સુપ્રીમ કોર્ટની રોકને આવકારૂંછું.

આજે નામદાર કોર્ટે આ કાળા કાયદાઓ ઉપર રોક લગાવી છે પણ આજે લાખો ખેડૂતો પોતાના હકક માટે આ કડકડતી ઠંડીમાં 60 દિવસથી રોડ ઉપર અહીંસાના માર્ગે આંદોલન કરી રહૃાા છે તેમ છતાં આ ખેડૂત વિરોધી સરકારના પેટનું પાણી કેમ નથી હલતું ? એ હવે સમગ્ર દેશવાસીઓના મનમાં સવાલ થાય છે. આવતા દિવસોમાં સરકારને જો થોડી પણ શરમ બચી હોય તો તાત્‍કાલિક અસરથી અસંવિધાનિક રીતે પસાર કરેલા ત્રણેય કાયદાઓ નાબૂદ કરવા જોઈએ એવી વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માંગ કરી હતી.

જો સરકાર આ ત્રણેય   કાળા કાયદાઓ નાબૂદ નહિં કરે તો આવતા દિવસોમાં ખેડૂતોને પોતાના ઉત્‍પાદનના પોષણક્ષમ ભાવ નહિ  મળે અને બીજી તરફ ઉપભોકતા એવા ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. ત્‍યારે ઉત્‍પાદક અને ઉપભોકતાઓને બચાવવા માટે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાષ્‍ટ્રીય કક્ષાએ, રાજય કક્ષાએ ભારત બચાવો અભિયાનને ગામોની ગલીઓ સુધી લઈ જશે તેમ અંતમાં વિપક્ષ નેતાએ જણાવ્‍યું હતું.

error: Content is protected !!