સમાચાર

અમરેલીનાં પ્રવેશદ્વાર પર આવેલ ગોળાઈ અતિ ભયજનક

ચિતલ, બાબરા કે રાજકોટ તરફ આવવા-જવામાં સાવચેત રહો

અમરેલીનાં પ્રવેશદ્વાર પર આવેલ ગોળાઈ અતિ ભયજનક

શહેરનાં પાદરમાં ઠેબી જળાશયનું નિર્માણ થતાં માર્ગનો રૂટ બદલવામાં આવ્‍યો પણ નિયમોને નેવે મુકીને

નાના માચીયાળા નજીક પણ બાયપાસ માર્ગ શરૂ થતો હોય ત્‍યાં પણ પરેશાની

છાશવારે નાના-મોટા અકસ્‍માતો થઈ રહૃાા હોય જવાબદાર વિભાગને કોઈ ચિંતા નથી

અમરેલી, તા. 1ર

રાજયને પ્રથમ મુખ્‍યમંત્રીની ભેટ આપનાર અમરેલીને આજે પ્રમાણીક, નિષ્ઠાવાન અને જનતાની ચિંતા કરનાર રાજકીય આગેવાનની કમીનો અનુભવ સૌને થઈ રહૃાો છે. જિલ્‍લાકક્ષાનાં શહેરમાં અગણિત સમસ્‍યાઓ જોવા મળતી હોય સત્તાધારી પક્ષનાં આગેવાનો જનતાને માત્ર       હથેળીમાં વિકાસરૂપી ચાંદ બતાવીને માનસિક આનંદ મેળવી રહૃાાં છે.

અમરેલી શહેરનાં પાદર ઠેબી જળાશયનું નિર્માણ થતાં ચિતલ, બાબરા, રાજકોટ તરફનાં માર્ગનો રૂટબદલવામાં આવ્‍યો અને ભયાનક ગોળાઈવાળો માર્ગ બનાવીને વાહનચાલકોને પરેશાનીમાં મુકી દેવાયા.

છેલ્‍લા ર0 વર્ષથી ગોળાઈ માર્ગ પર નાના-મોટા અકસ્‍માતો થઈ રહૃાા છે. ગોળાઈવાળા માર્ગને પહોળા કરવાની બાબત સામે આંખ મિંચામણા કરવામાં આવી રહૃાા છે. માર્ગ-મકાન વિભાગમાં છેલ્‍લા ર0 વર્ષમાં અનેક અધિકારીઓ આવ્‍યા અને ગયા છતાં એકપણ અધિકારી ગોળાઈની સમસ્‍યા દુર કરી શકયા નથી.

જો કે માર્ગ-મકાન વિભાગ નહી બલ્‍કે જુદા-જુદા તમામ સરકારી વિભાગોમાં ફરજ બજાવતાં અધિકારીઓ પણ કોઈ ખાસ કરતાં જોવા મળતા નથી. કારણ કે જનતાનાં પ્રશ્‍નો અંગે જનપ્રતિનિધિઓએ અધિકારીઓનું ઘ્‍યાન દોરવું જોઈએ પરંતુ અમરેલીમાં જનપ્રતિનિધિઓ અગણિત છે તેઓ પાસે કાં તો સમસ્‍યાની જાણકારી નથી અથવા તેઓ પાસે ઈચ્‍છાશકિતનો અભાવ છે.

અમરેલી શહેરમાં પ્રવેશદ્વાર પર અતિ ભયજનક ગોળાઈ હોય ત્‍યાં 10 મીટર પહોળાઈનો માર્ગ બનાવીને બન્‍ને સાઈડ રેલીંગ લગાવવામાં આવે તેમજ સાઈન બોર્ડ તેમજ માર્ગની વચ્‍ચે લાઈટની વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો કરી રહૃાાં છે.

error: Content is protected !!