સમાચાર

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં કોરોના દર્દીની ઉત્તમ સેવા

ગજેરા ટ્રસ્‍ટનાં પ્રમુખ વસંતભાઈ ગજેરાનાં માર્ગદર્શનતળે

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં કોરોના દર્દીની ઉત્તમ સેવા

કોરોના દર્દીઓને પોતાની પસંદગીનો એક ટાઈમ નાસ્‍તો અને બે ટાઈમનું ભોજન પીરસવામાં આવે છે

એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર કોરોના દર્દીઓ તંદુરસ્‍ત થઈને બહાર આવી રહૃાાં છે

સમગ્ર રાજયમાં કોરોનાનાં દર્દીઓની સારવારમાં શાંતાબા મેડિકલ કોલેજ અગ્રેસર રહી છે

અમરેલી, તા. 1ર

અમરેલી જીલ્‍લાનાં નાગરીકોને બીમારી નિવારણનું એકમાત્ર કેન્‍દ્ર સ્‍થાન એવું શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ સિવિલ હોસ્‍પિટલમાં સંચાલનના આરંભથી દર્દીઓ તથા દર્દીઓ સાથે રહેલા પરિવારનાં સભ્‍યોનું એક વિશેષ પ્રકારે ઘ્‍યાન રાખવામાં આવે છે. દર્દીઓની તબીબી સારવારની સાથે સાથે વિનામૂલ્‍યે રકત, ડાયાલીસીસ, નાસ્‍તા સહિત બે ટાઈમ જમવાની વ્‍યવસ્‍થા, ર4 કલાક એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા ઉપરાંત મેટ્રોસીટીમાં અપાતી સારવારની તમામસુવિધા અમરેલીમાં ઘર આંગણે ઉભી કરીને સંચાલક તથા પ્રમુખ અને વતનના રતન, કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ જીલ્‍લાની જનતાની આરોગ્‍યની સતત ચિંતા અને ચિંતન કર્યુ છે. ત્‍યારે શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ સિવિલ જનરલ હોસ્‍પિટલમાં સુવિધાનું એક નવું વ મોરપીછ ઉમેરાયું છે. જેમાં સારવાર લઈ રહેલ કોરોનાગ્રસ્‍ત તમામ દર્દીઓને સવારનો નાસ્‍તો, બપોર તથા સાંજનું ભોજન દર્દીઓની પસંદગી અનુસાર આપવામાં આવે છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં કોરોનાગ્રસ્‍ત દર્દીઓને સારવાર આપી રહેલ તમામ હોસ્‍પિટલોમાં એક માત્ર અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ સિવિલ હોસ્‍પિટલ અમરેલી દર્દીઓને પુછીને પોતાને જે પસંદ હોય તે પ્રકારે અને તેવું જ ભોજન આપી હોય તેવી ગુજરાતની પ્રથમ ઘટના છે. દર્દીઓને પોતાની પસંદગી અનુસાર ભોજન   મળવાથી ઈમ્‍યુનીટી પાવર પણ ઝડપથી વધતો હોય એવું તથા ઝડપથી રીકવરી થતી હોય તેવું જણાયું છે. ત્‍યારે હોસ્‍પિટલનાં મુખ્‍ય સંચાલક, પ્રમુખ તથા જીલ્‍લાનાં છેવાડાના નાગરીકોના હૃદયમાં વતનના રતન તરીકે જેમણે સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ છે તેવા કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે, આ હોસ્‍પિટલનું સંચાલન લેવાનું મારો એકમાત્ર ઉદેશ એ હતો કે મારા અમરેલી જીલ્‍લામાંથી જરૂરિયાતમંદ, ગરીબ દર્દી કે દર્દીનાપરિવારજનોએ અમરેલી બહાર સારવાર માટે ન જવું પડે અને સમગ્ર જીલ્‍લાની ઘર આંગણે જ તમામ દર્દોની સારવાર વિનામૂલ્‍યે પ્રાપ્‍ત થાય જે આજે મને સાર્થક થતું લાગે છે. અને કોરોના દર્દીઓના તથા તેમના પરિવારજનોના ચહેરા ઉપર હાસ્‍ય જોયને મને ખૂબ ખુશી થાય છે. અમો ટ્રસ્‍ટના માઘ્‍યમથી સમગ્ર જીલ્‍લાની જનતાને તમામ પ્રકારની અતિઆધુનિક તબીબી સારવાર આપવા માટે કટીબધ હતા, છીએ અને હંમેશા રહીશું.

error: Content is protected !!