સમાચાર

સાવરકુંડલાના આંબરડી ગામ નજીક હાઇવે પર સિંહોએ લટાર મારી

ઘણા દિવસોથી 7 સિંહોએ ધામા નાખ્‍યા

સાવરકુંડલાના આંબરડી ગામ નજીક હાઇવે પર સિંહોએ લટાર મારી

વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

આંબરડી, તા.1ર

સતત વાહનોથી વ્‍યસ્‍ત રહેતા હાઈવે પર બે સિંહો બિન્‍દાસ્‍ત રીતે વિહરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સિંહોનુ ઘર ગણાતા અમરેલી જીલ્લાના રહેણાંકી વિસ્‍તારોમા શિકારની શોધ માટે આવી ચડતા સિંહોની ઘટના આમતો હવે સામાન્‍ય બની ગઈ છે. જણાવી દઈએ કે સાવરકુંડલાના આંબરડી નજીક રેવન્‍યુ વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી 7 જેટલા સિંહોએ ધામા નાંખ્‍યા છે.

સાવરકુંડલા-પીપાવાવ હાઈવે પર આંબરડી ગામ નજીક બે યુવા નર સિંહો હાઈવે ક્રોસ કરી સાઈડમાં બિન્‍દાસ્‍ત ચાલતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થયો હતો, વિડીયોમા સ્‍પષ્ટ દેખાઈ રહ્યુ છે. હાઈવે પર તોતીંગ વાહનો દોડી રહ્યા છે.

તેવચ્‍ચે બે સિંહો બિંદાસ્‍ત રીતે હાઈવે ક્રોસ કરી રોડની સાઈડ પર ચાલી રહ્યા છે જે સિંહો માટે જોખમી બાબત છે. આ સમગ્ર ઘટના એક વાહન ચાલકે મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

error: Content is protected !!