સમાચાર

અમરેલીનાં બાબાપુર નજીક સિંહે નીલગાયનું મારણ કરી પેટ ભર્યુ

રાનીપશુઓને માનવ વસાહતમાં ફાવી ગયું

અમરેલીનાં બાબાપુર નજીક સિંહે નીલગાયનું મારણ કરી પેટ ભર્યુ

સિંહના મારણનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

અમરેલી, તા. 1ર

અમરેલી શહેરની ભાગોળે થોડા દિવસ પહેલા એક દીપડાએ દેખા દીધી હતી તે દીપડો તો હજુ પીંજરે પુરાયો નથી ત્‍યાં આજે દિન દહાડે અમરેલી-બગસરા સ્‍ટેટ હાઈવે ઉપર બાબાપુર નજીક એક સિંહ શિકાર કર્યા બાદ જિયાફત ઉડાવી હતી. તે વિડીયો સોશ્‍યલ મિડિયામાં વાયરલ થતાં લોકો મફતમાં સિંહદર્શન કરવા હાથ લાગ્‍યું તે વાહન લઈ દોડી ગયા હતા.

આ બનાવમાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમરેલી- બગસરા સ્‍ટેટ હાઈવે ઉપર આજે દિનદહાડે એક કદાવર સિંહ આવી ચડયો હતો અને બાબાપુર નજીક રોડ ઉપર જ એક નીલગાયનું મારણ કરી શિકાર ઉપર જિયાફત ઉડાવી હતી.

અમરેલી-બગસરા હાઈવે ઉપર સિંહે મારણ કર્યાનો વિડીયો સોશ્‍યલ મિડિયામાં વાયરલ થતાં જ આજુબાજુનાં લોકો વાહનો લઈ સિંહ દર્શન કરવા દોડી ગયા હતા અને સિંહે જયાં શિકાર કર્યો હતો તે સ્‍થળેમફતમાં સિંહ દર્શન કર્યા હતા. આ બનાવ અંગે વન વિભાગને જાણ થતાં તેઓએ આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!