સમાચાર

અમરેલીની ક્રિષ્‍નાપાર્ક સોસાયટીમાં માર્ગનું ભૂમિપૂજન કરાયું

અમરેલીની ક્રિષ્‍નાપાર્ક સોસાયટીમાં માર્ગનું ભૂમિપૂજન કરાયું

અમરેલી શહેરનાં ચકકરગઢ રોડ ઉપર આવેલ ક્રિષ્‍નાપાર્ક સોસાયટીમાં મેઇન રોડ તેમજ પેટા શેરીઓમાં સી.સી. રોડ બનાવવાની કામગીરી-અંદાજીત રકમ રૂા. 40.00 લાખનું ખાતમુર્હુત કરીને કામગીરી શરૂ કરવામાં આવી. આ તકે શહેર ભાજપ પ્રમુખ તુષારભાઇ જોષી, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામાણી, જિલ્‍લા સહકારી સંઘના પ્રમુખ મનિષભાઇ સંઘાણી, જિલ્‍લા ભાજપ આગેવાન સંજયભા રામાણીની ઉપસ્‍થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવ્‍યું તેમજ ક્રિષ્‍નાપાર્કના રહીશો તેમજ આ વોર્ડ નં.11 ના સક્રિય કાર્યકર દિલાભાઇ વાળા, સન્‍ની ડાબસરા, વિનુભાઇ ડાબસરા વિગેરે કાર્યકરોની ઉપસ્‍થિતીમાં ખાતમુર્હુત કરવામાં આવ્‍યું.

error: Content is protected !!