સમાચાર

ભૈવાહ : આંબરડીમાં ફૂલઝર નદી ઉપર પુલનું ભૂમિપૂજન થયું

ભૈવાહ : આંબરડીમાં ફૂલઝર નદી ઉપર પુલનું ભૂમિપૂજન થયું

સાવરકુંડલા તાલુકાનાં આંબરડી ગામે ગામની મુખ્‍ય નદી ફૂલઝર નદીનાં સામે કાંઠે 100 જેટલા કુટુંબોના વસવાટવાળું નવું ગામ બનેલ છે. ત્‍યાંના રહેવાસીઓને આવવા-જવા માટે નદીમાંથી ચાલવું પડે છે. આ માર્ગની નીચેના ભાગમાં એક ચેકડેમ છે એટલે ભરાતા પાણી અને વહેતા પાણીના કારણે તેમજ ચોમાસામાં આવતા પુરના વખતે સામે કાંઠે રહેતા નાગરિકોને આવવા-જવામાં ખૂબ જ મુશ્‍કેલી વેઠવી પડે છે.એટલે આંબરડી ગામના સ્‍થાનિક આગેવાનો અને ગ્રામ પંચાયત તેમજ જિલ્‍લાનાં સદસ્‍યો રમીલાબેન માલાણીની સતત રજૂઆતો લાંબા સમયથી કરતા હતા. છેલ્‍લે તા. 30/8/19નાં રોજ આંબરડી ગામે પધારેલા પ્રભરી મંત્રી હકુભાઈ જાડેજા અને સાંસદે રજૂઆતો અને જરૂરિયાત સ્‍વીકાર સરકારમાં ભલામણ કરતાં આંબરડી ગામે ફૂલઝર નદી ઉપર રૂા. પપ લાખના ખર્ચે પુલ બનાવવાનાં કામને સરકારે મંજુરી આપેલ છે. જેનું ખાતમુર્હુત જિલ્‍લા ભાજપ મહામંત્રી પુનાભાઈ ગજેરા અને જિલ્‍લા પંચાયતના પૂર્વ સદસ્‍ય લાલભાઈ મોરના હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે વિશેષ ઉપસ્‍થિત તરીકે શ્રીમતી રમીલાબેન માલાણી પૂર્વ સદસ્‍ય જિલ્‍લા પંચાયત, જયસુખભાઈ સવાલીયા પ્રમુખ તાલુકા ભાજપ, નીતિનભાઈ નગદીયા, ભઈલુભાઈ ખુમાણ, ચેતનભાઈ માલાણી સરપંચ ખડસલી અને ડાયરેકટર માર્કેટીંગ યાર્ડ સહિત તાલુકાના આગેવાનો હતા અને સ્‍થાનિક આગેવાનોમાં બાવચંદભાઈ ચોડવડીયા-ઉપ સરપંચ, પૂર્વ સરપંચ વિનુભાઈ કુતાણા અને ગ્રામ પંચાયતના સદસ્‍યો ગીરધરભાઈ પાસાણી, દીલાભાઈ શેખ, લાલભાઈ પરમાર, રોહિતભાઈ માલાણી, ગામના અગ્રણી અને વડીલ પરબતબાપા, જયસુખભાઈ કસવાલા, રહિમભાઈ શેખ, મનસુખભાઈ કસવાલા વગેરે આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. આ પ્રસંગે સામે કાંઠે રહેતા નાગરિકભાઈ-બહેનો અને ગામમાં રહેતા નાગરિક ભાઈ-બહેનો વિશાળ સંખ્‍યામાં કાર્યક્રમમાં હાજર રહેલા. આ પુલ બનાવવા માટે સરકારે રૂા. પપ લાખની નાણાંકીય અનુદાન ફાળવી જોબ નંબર આપેલ છે અને બ્રિજરાજ કન્‍સ્‍ટ્રકશનનું ટેન્‍ડર મંજુર થતાં કોન્‍ટ્રાકટર એજન્‍સી બ્રિજરાજ કન્‍સ્‍ટ્રકશન તરફથી બાંધકામ કરવામાં આવશે. આ પુલ બનવાથી સામાકાંઠે બનેલ નવા ગામમાં વસતા નાગરિકોને આવવા-જવા માટે પાણીમાંથી પસાર થવાની મુશ્‍કેલી વેઠવી પડતી હતી તેનો અંત આવશે જેની ખુશી સમગ્ર ગામમાં જોવા મળેલ છે. આ પ્રસંગે લાલજીભાઈ મોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે, આ કામ મંજુર કરાવવા માટે આ વિસ્‍તારના જિલ્‍લા પંચાયતનાં સભ્‍ય રમીલાબેન માલાણી અને સક્રિય આગેવાન દિપકભાઈ માલાણી અને ગ્રામ પંચાયત તરફથી લાંબા સમયથી રજૂઆતો ચાલતી હતી જેને સરકારે સ્‍વીકારી અને જનતાની સુવિધા માટે આ કામ મંજુર કરેલ છે. તો લીંબડ જશ લેવા માટે આ વિસ્‍તારના ધારાસભ્‍ય ખાતમુર્હુત કરી લેવાની પેરવી કરતા હતા તેમને તમારા વતી મારો સંદેશો છે ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત પોતાના ખાતે લીંબડ જશ લેવા નીકળી પડયા છે જેનો આ કામ મંજુર કરાવવામાં તસુભાર પણ રોલ નથી. તેમને મારે કહેવાનું કે તમે ધારાસભ્‍ય બન્‍યા તે પહેલાની આ પ્રક્રિયા છે અને હવે મંજુર થઈ ગયું એટલેઓફિસોમાંથી માહિતી લઈ અને ખાતમુર્હુત કરવાની ખંવાળ ઉપડી છે. આ લોકોને ખબર હોવી જોઈએ કે તમારાથી પપ લાખનો બ્રિજ તો મંજુર ન થાય પણ એક નાનો એવો બ્રિજ પણ ના મંજુર થાય. વારંવાર સરકારના માથે નાંખો છે કે સરકાર આ કામ નથી કરતી, ફલાણા રોડમાં ખાડા પડયા છે તેવા નિવેદન કરો છો અને કામ મંજુર થાય તો ઉતરી પડો છો કે અમે કરાવડાવ્‍યું. કાર્યકરોનો ફોન ઉપાડો તો પણ ઘણું છે. જિલ્‍લા પંચાયતના મહામંત્રી પુનાભાઈ ગજેરાએ જણાવેલ કે, આ તો ઠોઠ નિશાળીયો, બીજામાંથી જોઈને પેપર લખે તેના જેવું અમરેલી જિલ્‍લામાં ચાલી રહૃાું છે. સરકાર દર વર્ષની બજેટની જોગવાઈ પ્રમાણે દરેક જિલ્‍લામાં રોડના, પુલના વગેરે વિકાસ કામો મંજુર કરે એ એક વહીવટી અને સામાન્‍ય પ્રક્રિયા છે એમાં કાંઈ ધારાસભ્‍યએ પોતાના ખાતે લેવાની જરૂર નથી પણ આ ધારાસભ્‍યો ઓફિસમાંથી માહિતી લઈ પોતાના વિસ્‍તારમાં પોતાના પાવડા અને ત્રિકમ લઈ ખાતમુર્હુત કરવાની અને તે મારફત લોકોમાં આ કામ અમે મંજુર કરાવ્‍યું તેવું બતાવવા ખાતમુર્હુતો કરે છે પણ લોકોન ખ્‍યાલ જ હોય કે જે લોકો એવા નિવેદનો આપતા હોય કે સરકાર ફલાણું નથી કરતી, સરકાર આ કામ નથી કરતી તેવું ભાષણ અને નિવેદન કરતાં હોય તેનાથી કાંઈ રોડ કે પુલ મંજુર ન થાય એ તો સરકારનેસરકારની પ્રક્રિયાની રીતે થતાં હોય છે અને ઈ પછી ખાતમુર્હુત કરવા નીકળે તો ઠોઠ નિશાળીયો બીજામાંથી જોઈને પેપર લખે તેના જેવું છે. ત્રણ વર્ષથી આ જિલ્‍લામાં આ ઉદ્યોગમાં તેજી છે. લોકોના કામ માટે ફોન ઉપાડવાના ઉદ્યોગમાં મંદી છે. કાર્યક્રમનું સંચાલન અને આયોજન ઉપ સરપંચ અને ગ્રામ પંચાયતની ટીમ તથા શરદભાઈ ગોદાણી, જતીનભાઈ માલાણી અને ગ્રામ પંચાયત ટીમે કરેલ.

 

error: Content is protected !!