સમાચાર

ભૂગર્ભ ગટર, શોષખાડા અને ગંદા પાણીનો નિકાલ સરળતાથી થશે

અમરેલી જિલ્‍લામાં જેટીંગ મશીનની ફાળવણી કરવામાં આવતાં

ભૂગર્ભ ગટર, શોષખાડા અને ગંદા પાણીનો નિકાલ સરળતાથી થશે

માર્ગ-મકાન (પંચાયત) વિભાગનાં કાર્યપાલક ઈજનેરને વિશેષ જવાબદારી સોંપવામાં આવી

ગ્રામ્‍યકક્ષાએ લઈ જવા માટેનો દર નક્કી કર્યા બાદ સૌ કોઈ લાભ લઈ શકશે

ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી મારફત, કાર્યપાલક ઈજનેરને સોંપણી કરાઈ

અમરેલી, તા.1ર

અમરેલી જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં બનેલ તેમજ બનનાર ભૂગર્ભ ગટર, શોષખાડા તેમજ ગંદાપાણીના કાયમી નિકાલ તેમજ પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક ઢબથી નિકાલ અર્થે સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રા) જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી, અમરેલી દ્વારા માંગણી કરતા કમિશ્‍નર ગ્રામ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા અમરેલી જિલ્‍લાને આધુનિક જેટીંગ કમ સકશન કમ ડીસલ્‍ટીંગ ગ્રેબ બકેટ મશીનની ફાળવણી કરવામાંઆવેલ છે. આ મશીન નિયામક જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી, અમરેલી દ્વારા કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (પંચાયત)ને હસ્‍તગત કરી આગળની કાર્યવાહી માટે સોંપણી કરેલ છે. જિલ્‍લા વિકાસ અધિકારી દ્વારા આ મશીનની માવજત, સારસંભાળ, વપરાશ માટે થનાર ખર્ચ માટેનો દર નકકી કરવા, ગ્રામ્‍ય કક્ષાએ લઈ જવા લાવવા માટે ટ્રેકટર અને ડ્રાઈવર સુપરવાઈઝરની વ્‍યવસ્‍થા કરવા, આ મશીનને યોગ્‍ય રીતે જરૂરી ઉપયોગમાં લેવાય અને તેમાંથી ઉભી થનાર આવકના આધારે ખર્ચ સરભર કરવા સુધીની તમામ જવાબદારી કાર્યપાલક ઈજનેર, પંચાયત (મ.મા. વિભાગ)ને સોંપવામાં આવેલ છે. તેમજ લોકોને પણ આ મશીનની જરૂરિયાત મુજબ માગણી કરવા અને ગ્રામ્‍ય કક્ષાએ ઉપયોગમાં લઈ સ્‍વચ્‍છતા જાળવવા સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.

error: Content is protected !!