સમાચાર

રાજકપૂરની બરસાત ફિલ્‍મ દ્વારા હિન્‍દી સિનેમાને એક એવા સંગીતકાર તથા ગીતકારો આપ્‍યા

પ્રકરણ-ર3

પ્રિય વાચક મિત્રો,

આ લેખ છપાશે તે અરસામાં જ તા.14-1-ર1 મકરસંક્રાંતિ પર્વ નજીક હશે, તમામ વાચક મિત્રોને મકરસંક્રાંતિ પર્વની શુભેચ્‍છાસહ 1949ના વર્ષની ફિલ્‍મી સફર આગળ વધારીએ.

1949ના વર્ષમાં રાજકપૂરની બરસાત ફિલ્‍મ દ્વારા હિન્‍દી સિનેમાને એક એવા સંગીતકાર તથા ગીતકારો આપ્‍યા જેને હિન્‍દી સિનેમા કયારેય ભૂલી શકશે નહીં. સંગીતકાર શંકર જયકિશનની વાત આગામી અંકમાં કરીશું. પણ ગીતકારોની ચર્ચા આજે કરીશું.

હસરત જયપુરી : ઈકબાલ હુસૈન એટલે કે હસરત જયપુરીનો જન્‍મ તા.1પ-4-19રરના રોજ જયપુર રાજસ્‍થાનમાં થયો. તેથી તેઓ હસરત ઉપનામ અને જયપુરના રહેવાસી હોવાથી હસરત જયપુરી તરીકે પ્રખ્‍યાત થયા. “યે મેરા પ્રેમપત્ર પઢકર” ગીત હસરતે તેની પ્રેમિકા માટે લખેલ હતું જે પત્ર તેને મળ્‍યો કે નહીં તે કરતા વધુ મહત્‍વનું રાજકપૂરે ફિલ્‍મ “સંગમ” આ ગીત સમાવેલ હતું. પોતાનો અભ્‍યાસક્રમ પૂર્ણ કર્યા બાદ તેમના નાનાથી પ્રભાવિત થઈ જે કવિ હતા, પોતાની રચનાઓ બનાવવાની શરૂઆત કરી.1940માં તેઓ મુંબઈ આવ્‍યા. બસ કંડકટર તરીકે જીવન નિર્વાહ ચલાવતા ચલાવતા મુશાયરામાં ભાગ લેતા પૃથ્‍વીરાજ કપૂરના સંપર્કમાં આવ્‍યા બાદ તેઓ રાજકપૂરને મળ્‍યા. રાજ ત્‍યારે બરસાતના ગીતો તૈયાર કરતા હતા. રાજકપૂર પહેલેથી જ તેમની ફિલ્‍મોમાં ગીત- સંગીતને પ્રાધાન્‍ય આપતા. રાજકપૂરને હસરતની ફિલ્‍મો પસંદ પડી. તેના હૃદયસ્‍પર્શી વાકયો પસંદ પડયા. પ્રથમ ગીત “જીયા બેકરાર હૈ” તથા “છોડ ગયેલ બાલમ” બરસાતમાં સમાવવામાં આવ્‍યા. રાજકપૂર એક વાર મિત્રતા કરી લે પછી હંમેશા સાથ નિભાવવા માટે મશહુર હતા. રાજ- હસરતની મિત્રતા ઘણા વર્ષો સુધી ચાલી. હસરત પણ સફળ ગીતકાર તરીકે પ્રસિઘ્‍ધિ પામ્‍યા. તા.17-9-1999માં તેઓ તેમના ગીતો દ્વારા હંમેશા માટે અમર થઈ ગયા.

શૈલેન્‍દ્ર : શંકરદાસ કેશરીયાલાલ શૈલેન્‍દ્રનો જન્‍મ તા.30-8-19ર3ના પેશાવર પાકિસ્‍તાનમાં થયો. ત્‍યારબાદ તેઓ મથુરામાં સ્‍થાયી થયા.

1947માં તેઓ મુંબઈ સ્‍થાયી થયા. ભારતીય રેલમાં નોકરીની સાથે મુશાયરામાં જોડાતા. રાજકપૂરે તેનો સંપર્ક તેમની ફિલ્‍મ “આગ” માટે ગીતો આપવાનો કર્યો. કારણ કે રાજકપૂર શૈલેન્‍દ્રની કવિતાઓથી પ્રભાવિત હતા. પણ વામપંથી શૈલેન્‍દ્રએ તે સમયે રાજકપૂરને ફિલ્‍મો માટે ગીત દેવાની ના કહી હતી પણ આર્થિક જરૂરિયાત ઉભી થતા તેઓએ રાજકપૂરનો સંપર્ક 1949માંકર્યો અને પ00 રૂા.માં બે ગીત “બરસાત” ફિલ્‍મ માટે આપ્‍યા. ત્‍યારબાદ રાજકપૂર- શૈલેન્‍દ્રની મિત્રતા જગજાહેર છે. તેમણે શંકર જયકિશન સાથે ઉમદા ગીતો આપ્‍યા. “આવારા હું” ફિલ્‍મ આવારાનું ગીત દેશ સાથે વિદેશમાં પણ પ્રચલિત થયું. શંકર જયકિશન જયારે તેમની ભલામણ ન કરતા હતા. શૈલેન્‍દ્રને આપેલ વચન જયારે તેઓ ભૂલી ગયા, ત્‍યારે શૈલેન્‍દ્રએ તેમને એક પત્રમાં લખીને મોકલ્‍યું કે “છોટી સી યે દુનિયા, પહેચાને રાસ્‍તે હૈ, કહી તો મિલોગે તો પૂછેંગે હાલ” અને શંકર જયકિશન આ શબ્‍દોથી હચમચી ગયા હતા. ત્‍યારબાદ બંનેએ ઘણી ફિલ્‍મોમાં સાથે કામ કરેલ છે.

1961માં રાજકપૂરે તેમને ફિલ્‍મ બનાવવા બાબત ઘણું સમજાવ્‍યા છતાં રાજને લઈ “તીસરી કસમ” ફિલ્‍મ બનાવી. ફિલ્‍મે નેશનલ એવોર્ડ પણ પ્રાપ્‍ત કર્યો. પણ ફિલ્‍મ સફળ ન થઈ તેના આઘાતે તેમને અજંપામાં લાવી દીધા, આર્થિક ખેંચ પણ કારણભૂત રહી અને તેઓ વધુ પડતા શરાબનું સેવન કરવા લાગ્‍યા. તા.14-1ર-1966ના રોજ તેઓનું નિધન થયું.

શકિલ બદાયુની : તા.3-8-1916ના રોજ આગ્રા પાસેના બદાયુ ગામમાં જન્‍મેલા શકિલને કવિતા- શાયરી પ્રત્‍યેના લગાવથી પહેલે જ સારૂ વાતાવરણ મળ્‍યું. અલીગઢ યુનિ.માં મુશાયરામાં તેમની શાયરીઓ વખણાતી હતી. 1944માં મુંબઈ આવ્‍યા. નૌશાદ સાહેબને મળ્‍યા. નૌશાદેતેમને એક શાયરી લખવાનું કહયું. શકિલે લખ્‍યું કે “હમ દર્દ કા અફસાના સૂનાયે કૈસે, હર દિલમેં મુહાબત કી આગ લગ જાયેગી” અને નૌશાદે તેમને 1947માં દર્દ ફિલ્‍મમાં ઉમાદેવીએ આપેલ ગીત “અફસાના લીખ રહી હું”થી હિન્‍દી સિનેમામાં પ્રવેશ કર્યો. સફળતાના શિખરો સુધી પહોંચ્‍યા. સંગીતકાર નૌશાદ સાથે તેમની મિત્રતાએ ઘણા ઉમદા ગીતો હિન્‍દી સિનેમાને આપ્‍યા. તા.ર0-4-1970ના રોજ તેમનું નિધન થયું.

આનંદ સાગર : ચંદ્રમૌલી ચોપરા એટલે કે રામાનંદ સાગરનો જન્‍મ તા.ર9-1ર-1917ના લાહોર હાલ પાકિસ્‍તાનમાં થયો. તેઓ ત્‍યાંથી કાશ્‍મીર સ્‍થાયી થયા. તેમના નાનીએ તેને દતક લીધા તેમનું નામ ચંદ્રમૌલીથી રામાનંદ સાગર થયું. તેમની માતાના દ્વિતીય લગ્નથી વિધુ વિનોદ ચોપડાનો જન્‍મ થયો. જે રામાનંદ સાગરના સોતેલા ભાઈ છે. રામાનંદ સાગરે ઘણા ઉપન્‍યાસ, કવિતા, નાટકો લખેલા છે. તેઓ 1940ના દશકમાં મુંબઈ સ્‍થાયી થયા. પૃથ્‍વીરાજ કપૂર સાથે પૃથ્‍વી થિયેટરમાં તેઓ નાટકોનું નિર્દેશન કરતા 1949માં રાજકપૂરે તેમને બરસાત ફિલ્‍મથી સ્‍ક્રીનપ્‍લેનું કામ સોંપ્‍યું. ધીમે ધીમે તેઓ નિર્દેશક બન્‍યા. “રામાયણ” ટીવી સિરિયલથી તેઓ સૌથી વધુ દેશ- વિદેશમાં પ્રચલિત થયા. તા.1ર-1ર-ર00પના રોજ તેમનું નિધન થયું. તેમને ર000ના વર્ષના પદ્મશ્રીથી સન્‍માનીતકરાયા હતા.

1949 : 1949ના વર્ષની ફિલ્‍મોની વાત કરીએ તો દેવઆનંદ સફળ જરૂર રહયા. પરંતુ સૌથી સફળ ફિલ્‍મોમાં તેમની ફિલ્‍મો આવી નહીં. દેવ સાભબ હજુ ગ્રેગરીપેકના અંદાજમાં આવ્‍યા ન હતા. ધોતી-ઝભ્‍ભાના લિબાસમાં જ તે સમયના નાટકની જેમ જ ફિલ્‍મોમાં જોવા મળતા હતા. તેમના અભિનયનો અલગ અંદાજ, ગીતો ગાવાની શૈલી, કપડા, ફેશન હજુ આવ્‍યા ન હતા. તેમની 4 ફિલ્‍મો 1949માં આવી. જેમાં મુનાવર સુલતાના સાથેની “ઉઘ્‍ધાર” તથા કામીની કૌશલ સાથેની “નમૂના” સફળ ન રહી. પણ સૂરૈયા- દેવઆનંદની જોડી તે સમયે સૌથી સફળ રહી હતી. જે પૈકી 1949ની બે ફિલ્‍મોની ચર્ચા કરીએ.

શાયર : દેવઆનંદ, સૂરૈયા, કામીની કૌશલ, સુલોચના, આગા, મુરાદ તથા કુકુના અભિનય એમ.એસ. ચાવલાના નિર્દેશન, શેઠ જગતનારાયણના નિર્માણમાં ગુલામ મહંમદના સંગીત સૂરૈયા, લતાજી, મુકેશજીના કંઠે ગવાયેલ લોકપ્રિય ગીતોથી આ ફિલ્‍મ સફળ રહી.

જીત : દેવઆનંદ, સૂરૈયા, કન્‍હૈયાલાલ, મદનપુરી, ચતુર્વેદી, દુર્ગાખોટેથી અભિનિત મોહનસિહાના નિર્દેશન પ્રતાપરાણાના નિર્માણમાં અનિલ વિશ્‍વાસના સંગીતમાં આ ફિલ્‍મ સફળ રહી.

દેવઆનંદ તથા સૂરૈયા (જીત) બચપણથી સાથે રહયા છે. યુવાનીમાં તેઓ પ્રણયગ્રંથીથી જોડાયા છે. તથા આઝાદ ભારતના લોકોને ખાસ કરીને ગ્રામીણવિસ્‍તારમાં સેવા કરી લોકક્રાંતિ કરી રહયા છે. ત્‍યારે મદનપુરી જે વિલાયતથી આવે છે. દેવઆનંદનો ભાઈ છે પણ દેવઆનંદ એક અનાથ બાળકને દુર્ગાખોટેએ પોતાનું સંતાન માનેલ છે તે હકીકત જયારે સાબિત થાય છે. મદનપુરી સૂરૈયા સાથે લગ્ન કરવા માંગે છે. ત્‍યારે દેવઆનંદ તેની માતાના ઉપકારોથી પ્રેમનું બલિદાન દેવા તૈયાર થાય છે. પણ અંતે સત્‍યનો વિજય થાય છે. દેવ- સૂરૈયા એક થાય છે. જીત દેવની થાય છે. દુર્ગાખોટે, કન્‍હૈયાલાલ નાની ઉંમરમાં પણ વૃઘ્‍ધ પ્રૌઢના પાત્ર સારી રીતે નિભાવે છે.

દુલારી : “સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આવોગે” આ ફિલ્‍મ માત્ર મધુબાલાના અભિનય, નૌશાદના સંગીતના સથવારે સફળ રહી. ચાંદની આયે બનકર શમશાદ બેગમ એ દિલ તુજે કસમ હૈ… લતાજી, કૌન સુને ફરિયાદ લતાજી, સુહાની રાત રફીસાબ જેવા સફળ ગીતોથી આ ફિલ્‍મથી 1949નું વર્ષ ગુંજતું રહયું. સુહાની રાતમાં રફી સાહેબે પોતાના સ્‍વરની સાથે સાયગલ સાહેબનો સ્‍વર મિલાવી જે ગીત ગાયેલ છે તે આજ પણ લોકપ્રિય છે. અને લતાજીએ એ દિલ તુજે કસમ હૈમાં પોતાના અવાજ સાથે શમશાદ બેગમ અને સૂરૈયાના અવાજને ઘોળી ગીત રજૂ કરેલ છે. જે આજે પણ કર્ણપ્રિય છે. ફિલ્‍મની કથા પ્રણયગાથા છે. નાની સારા ઘર અમીર ઘરની મધુબાલા (દુલારી)ને ઉઠાવી વણપરામાંમોટી કરાય છે. જયંતના પુત્ર સુરેશ મધુબાલાને ચાહે છે પણ અમીરી ગરીબી વચ્‍ચે આવે છે. તેને સુરેશના તથા ગીતાબાલીના પ્રયત્‍નથી મધુબાલા તેના પિતાને મળે છે. સુખદ અંત આવે છે. સુરેશ, મધુબાલા, ગીતાબાલી, જયંત, શ્‍યામકુમારથી અભિનિત આ બ્‍લેક એન્‍ડ વ્‍હાઈટ ફિલ્‍મમાં પણ મધુબાલા અત્‍યંત સુંદર દેખાય છે. આવતા અંકમાં 1949ની અશોકકુમારની મહલ સાથે ફરી મળીશું. આભાર. (ક્રમશઃ)

error: Content is protected !!